જુનાગઢઃ છેલ્લા દસેક દિવસથી રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુર પંથકમાં પહોંચી ગયેલા ગીરના ત્રણ સિંહોને(Gondal Jetpur panth The Gir Lion) વન વિભાગની રેસ્ક્યુ ટીમે ગોંડલ નજીકથી ગત રાત્રીએ પાંજરે પુરીને સાસણ એનીમલ કેર સેન્ટરમાં(Sasan Animal Care Center) મોકલી આપ્યા છે. ત્રણેય સિંહોની તબીબી(Gir Lion Migration) પરિક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ જે તે જંગલ વિસ્તારમાં છોડી(forest department junagadh) મુકવામાં આવશે. ગીર પંથકમાંથી અચાનક આ ત્રણેય સિંહો રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુરના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળતા હતા. જેને લઈને લોકોની ચિંતામાં પણ વધારો થયો હતો.
વન વિભાગના વન સંરક્ષકે આપી સિંહોની માહિતી
મુખ્ય વન સંરક્ષક પ્રાણી(Forest conservation animal) વર્તુળ ડૉ. ડીટી વસાવડએ ગીર માંથી નીકળીને ગોંડલ અને જેતપુર સુધી પહોંચી ગયેલા ત્રણ સિંહને પાંજરે પૂરવામાં આવ્યા છે જે અંગે જણાવ્યું હતું કે, પાંજરે પૂરવામાં આવેલા ત્રણેય સિંહોને વિશેષ કાળજી દેખરેખની સાથે તબીબી(Medical of lions) પરિક્ષણ સાસણગીર ખાતે આવેલા એનીમલ કેર સેન્ટરમાં નિષ્ણાંત તબીબોની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારના અસામાન્ય લક્ષણો કે અન્ય ચિન્હો જોવા નહીં મળે તો પાજરે પૂરવામાં આવેલા ત્રણેય સિંહણે ફરી પાછા તેના મૂળ જંગલ વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની દેખરેખ નીચે મુક્ત કરવામાં આવશે.
ગામના લોકો અને ખેડૂતો ભારે હાસકારો
છેલ્લા દસેક દિવસથી ગોંડલ અને જેતપુર નજીક મુક્તપણે સિંહ જોવા મળતા. જેને કારણે ખેડૂતોને તેમજ ગામના લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. સિંહોએ કેટલાક પશુઓનું મારણ પણ કર્યું હતું જેને લઇને ખેડૂતો અને ખેત મજૂરોમાં ભારે ચિંતા જોવા મળતી હતી. ત્યારે ત્રણેય સિંહો હવે પાંજરે પૂરાયા છે જેને લઇને ગામના લોકો અને ખેડૂતો ભારે હાસકારો જોવા મળી રહ્યો છે.
સમયાંતરે ગીરના સિંહો નજીકના વિસ્તારમાં સ્થળાંતર થતા હોય છે
આ ઉપરાંત મુખ્ય વન્ય સંરક્ષણ ડૉ. ડીટી વસાવડાએ જણાવ્યું હતું કે, સમયાંતરે ગીરમાં સિંહો તેના નજીકના વિસ્તારમાં સ્થળાંતરિત થતા હોય છે. પહેલાં જ્યારે ગીર સિવાય અન્ય વિસ્તારોમાં સિંહ જોવા મળતા હતા. તેમજ થોડા સમય બાદ સ્થળાંતરીત થયેલા સિહો આપમેળે પોતાના જંગલ વિસ્તારમાં પહોંચી જતા હોય છે અને જો કેટલાક સિંહો સમય રહેતા પરત ન આવે તો સિંહ અને ગામ લોકોની તેમજ પશુધનને કોઈ નુકસાન ન થાય અથવા તો કોઈ પણ મુશ્કેલીમાં મૂકાય તેને ધ્યાને રાખીને આ સિંહોને પાંજરે પુરીને તેના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવતા હોય છે. ગીરના સિંહો ગોંડલ(Lions of Gir in Gondal) અને જેતપુર પંથકમાં(Lions of Gir in Jetpur) જોવા મળ્યા હતા. જેને હવે પાંજરે પુરીને તેને મૂળ જંગલ વિસ્તારમાં પરત મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સાવરકુંડલાના ગોરડકા માર્ગ અકસ્માતમાં સિંહનું થયું મોત, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ
આ પણ વાંચોઃ ગીર ગાયની અન્ય રાજ્યમાં માગ વધી, જાણો કયા રાજ્યને છે ખરીદીમાં સૌથી વધુ રસ