ETV Bharat / state

જૂનાગઢમાં નેત્રાવતી નદીના પુલ નીચેથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ - sanjay vyas

જૂનાગઢઃ જૂનાગઢ માંગરોળના શીલના નેત્રાવતી નદીના પુલ નીચેથી મળી આવેલો મૃતદેહ મુંબઇના ભાંડુપ વિસ્તારમાં રહેતા ભરડા પરિવારના એક યુવકનો હોવાનું સામે આવ્યું છે.

શીલના નેત્રાવતી નદીના પુલ નીચેથી મેળી આવતા અફરા તફરીનો માહોલ
author img

By

Published : Jun 4, 2019, 3:53 PM IST

મૃતકની માતાની ફરીયાદના આધારે સામે આવ્યું હતું કે, યુવકની પત્નીને શીલના એક શખ્સ સાથે આડા સંબંધ હોવાના કારણે તેનો કાંટો કાઢી નાખવા દારૂમાં ઝેર ભેળવી હત્યા કરી મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો.

શીલથી 1 કી.મી. દુર નેત્રાવતી નદીના પુલ નીચે સોમવારના રોજ એક યુવકનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. મૃતકની માતાએ ભુપેન્દ્ર ત્રિકમભાઇ ભરડા નામના શખ્સે દારૂમાં ઝેર ભેળવી હત્યા કરી હોવાની શીલ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યું હતુ઼ં.

મુંબઇના ભાંડુપ (ઈસ્ટ) ફ્રેન્ડ્‌સ કોલોનીમાં રહેતા રાણીબેન ભીખાલાલ ભરડા (ઉ.વ.૬૬) એ આ બનાવ અંગે શીલ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, તેના દીકરા અજયની પત્ની સેજલ સાથે શીલમાં રહેતા ભુપેન્દ્ર ત્રિકમભાઇ ભરડાનો અનૈતિક સંબંધ હતો. જેના કારણે અવાર-નવાર ઘરે ન આવવાનું કહેવા છતા ભુપેન્દ્ર મુંબઇ ખાતે અજયના ઘરે જઇને રોકાતો હતો. તે દરમિયાન ગત તા.24ના રોજ ભુપેન્દ્ર મુંબઇ ગયેલો હતો અને અજયની પત્ની સેજલને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારે મૃતક યુવક પણ શીલ આવ્યો હતો અને તા.1ના રોજ રાત્રીના નવેક વાગ્યે ભુપેન્દ્રએ અજયને બોલાવી દારૂમાં ઝેરી દવા ભેળવી મોતને ઘાટ ઉતારી અજયના મૃતદેહને શીલની ખાડીમાં નાંખી દીધી હતો.

જૂનાગઢમાં નેત્રાવતી નદીના પુલ નીચેથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ

એંકર

જુનાગઢ માંગરોળના શીલના નેત્રાવતી નદીના પુલ નીચેથી મેળલી લાશ મુંબઇના ભાંડુપ વિસ્તારમાં રહેતા ભરડા પરિવારના એક યુવકની હોવાનું અને આ યુવકની પત્નીને શીલના એક શખ્સ સાથે આડા સંબંધ હોવાના કારણે તેનો કાંટો કાઢી નાખવા દારુમાં ઝેર ભેળવી હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવ્યું હોવાનું મરણ જનારની માતાની ફરીયાદના આધારે ખુલવા પામતા સમગ્ર શીલ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

શીલથી ૧ કી.મી. દુર નેત્રાવતી નદીના પુલ નીચે ગઇકાલે એક યુવકની લાશ પોલીસને મળવા પામી હતી અને આ લાશ કોની છે? કયાં કારણોસર તેનું મોત થવા પામ્યું? જેવી અનેક ચર્ચાઓ શીલમાં થવા પામી હતી. દરમિયાન ગઇકાલે મરણ જનારની માતાએ પોતાના દીકરાની લાશના ભુપેન્દ્ર ત્રિકમભાઇ ભરડા નામના શખ્સે દારુમાં ઝેર ભેળવી હત્યા કરી હોવાની શીલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુલ નીચેથી મળેલ મૃતદેહ મુંબઇના અજય ભરડાનો હોવાનું ખુલવા પામ્યું હતું. 

મુંબઇના ભાંડુપ (ઈસ્ટ) ફ્રેન્ડ્‌સ કોલોનીમાં રહેતા રાણીબેન ભીખાલાલ ભરડા (ઉ.વ.૬૬) એ આ બનાવ અંગે શીલ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે તેના મરણજનાર દીકરા અજયની ઘરવાળી સેજલ સાથે શીલમાં રહેતા ભુપેન્દ્ર ત્રિકમભાઇ ભરડા સાથે અનૈતિક સંબંધ હતો. જેના કારણે અવાર-નવાર ઘરે ન આવવાનું કહેવા છતા ભુપેન્દ્ર મુંબઇ ખાતે અજયના ઘરે જઇને રોકાતો હતો. દરમીયાન ગત તા.૨૪/૫ ૨૦૧૯ના રોજ ભુપેન્દ્ર મુંબઇ ગયેલ અને અજયની પત્ની સેજલને પોતાના ઘરે લાવી રાખેલ હતી. ત્યારે મરણજનાર યુવક પણ શીલ આવેલ હતો અને તા.૧/૬ના રોજ રાત્રીના નવેક વાગ્યે ભુપેન્દ્રએ અજયને બોલાવી દારુમાં ઝેરી દવા ભેળવી મૃત્યુ નીપજાવી અજયના મૃતદેહને શીલની ખાડીમાં નાંખી દીધી હતી. 

શીલ પોલીસે મુંબઇની વૃધ્ધાની ફરીયાદના આધારે શીલના શખ્સ ભુપેન્દ્ર ત્રિકમભાઇ ભરડા સાામે હત્યા સહિતનો ગુનો નોંધી હત્યારાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે તો બીજી બાજુ આડા સંબંધને લઇને એક જ કુટુંબના શખ્સે બીજા યુવકનો કાંટો કાઢતા આ ઘટનાએ શીલ પંથકમાં સનસનાટી મચાવી દીધી હતી  
સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.