ETV Bharat / state

દીવમાં પોર્ટુગીઝો સાથે થયેલી લડાઈની સાક્ષી પૂરતી ચાર તોપ આજે પણ જૂનાગઢની સુરક્ષામાં તત્પર

જૂનાગઢ : નીલમ, માણેક, કડાનાલ અને ચુડાનાલ નામની ચાર તોપ આજે પણ જોવા મળી રહી છે. જૂનાગઢના ઉપરકોટમાં જે હાલમાં પ્રવાસીઓનું આકર્ષણ બની છે.

દીવમાં પોર્ટુગીઝો સાથે થયેલી લડાઈની સાક્ષી પુરતી ચાર તોપ આજે પણ જૂનાગઢની સુરક્ષામાં તત્પર
દીવમાં પોર્ટુગીઝો સાથે થયેલી લડાઈની સાક્ષી પુરતી ચાર તોપ આજે પણ જૂનાગઢની સુરક્ષામાં તત્પર
author img

By

Published : Nov 30, 2019, 10:48 AM IST

સંઘ પ્રદેશ દીવમાં 1538ની સાલમાં પોર્ટુગીઝો અને સુલેમાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં નીલમ, માણેક, કડાનાલ અને ચુડાનાલ નામની ચાર તોપ તુર્કી નૌ સેના દ્વારા સુલેમાનની મદદ માટે મોકલવામાં આવી હતી. પરંતુ, આ તોપ પણ સુલેમાનને હારમાંથી બચાવી શકી ન હતી. જેથી આ તોપને હારનાર તોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાર બાદ આ ચાર તોપને દિવના કિલ્લામાંથી જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાખવામાં આવી છે. આ તોપને ૧૫મી સદી બાદ જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લામાં લાવવામાં આવી છે.

ચાર તોપ આજે પણ જૂનાગઢની સુરક્ષામાં તત્પર

વર્ષ 1938માં દિવ ઉપર પોર્ટુગીઝ શાસન હતું. ત્યારે ભારત પણ અંગ્રેજોની ગુલામી હેઠળ હતું. ત્યારે પોર્ટુગીઝોએ ચાર તોપને દીવથી જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં સ્થળાંતર કરી હતી. આ તોપ હિન્દુ સંવત 937માં બનાવવામાં આવી હોય અને તેના પર અલી બિન સરજા અરબી ભાષામાં લખાયેલ જોવા મળે છે. તેના પરથી આ તોપ તુર્કીની વ્યક્તિએ બનાવી હોવાનું માનવામાં આવે છે. આ તોપ 1530માં તુર્કીમાં બની હોવાનું ઇતિહાસકારો માની રહ્યા છે. આ તોપ ઉપરકોટના કિલ્લાનુ નજરાણું હોય તે રીતે અહીં આવતા દરેક પ્રવાસીઓને આકર્ષી રહી છે.

Intro:નીલમ માણેક કડાનાલ અને ચુડાનાલ નામની ચાર તોપ આજે પણ જોવા મળી રહી છે જૂનાગઢ ના ઉપરકોટ માં

Body:સંઘ પ્રદેશ દીવમાં 1538 ની સાલમાં પોર્ટુગીઝો અને સુલેમાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં સુલેમાની મદદ માટે તુર્કી થી નીલમ માણેક કડાનાલ અને ચુડાનાલ નામની ચાર તોપ તુર્કી નૌ સેના દ્વારા સુલેમાન ની મદદ માટે મોકલવામાં આવી હતી પરંતુ આ તો પણ સુલેમાનને હારમાંથી બચાવી શકી ન હતી આ તોપને હારનાર તોપ તરીકે પણ ઓળખવામાં આવે છે સુલેમાની હાર બાદ આ ચાર તોપોને દિવના કિલ્લા માંથી જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાખવામાં આવી છે

જૂનાગઢ ના ઉપરકોટ માં નીલમ માણેક કડાનાલ અને ચુડાનાલ નામની ચાર તોપ પ્રવાસીઓનું આકર્ષણ કરી રહી છે આ તોપને ૧૫મી સદી બાદ જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લામાં લાવવામાં આવી છે તેવું ઇતિહાસના પાના પર થી જણાઈ આવે છે
વર્ષ 1538 માં પોર્ટુગીઝો સામેની લડત દીવમાં સુલેમાનની સરદારી નીચે ચાલી રહી હતી પોર્ટુગીઝો સામે સુલેમાનને ની મદદગારી ને લઈને તુર્કી નૌ સેના દ્વારા આ ચાર તોપને સુલેમાન ની લડાઈ માં શામેલ કરવામાં આવી હતી પરંતુ આ તોપ સુલેમાનને પોર્ટુગીઝો સામે જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી જેથી આતો અને હારનાર તોપ તરીકે પણ ઓળખવામાં આવે છે પોર્ટુગીઝો સામેની લડાઈમાં સુલેમાની હાર બાદ સુલેમાન યુદ્ધમાં મરાયો હતો ત્યારથી આ તોપને દીવ ના કિલ્લા માંથી લઈને જુનાગઢ ઉપરકોટ માં રાખવામાં આવી હતી

વર્ષ 1938માં દિવ ઉપર પોર્ટુગીઝ શાસન હતું ત્યારે ભારત પણ અંગ્રેજોની ગુલામીની જંજીરોમાં જકડાઈ ગયેલું હતું ત્યારે પોર્ટુગીઝોએ ચારતોપને દીવથી જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં સ્થળાંતર કરી હતી ઇતિહાસના પાના પર જોવા જઈએ તો આ તોપ હિન્દુ સંવત 937 માં બનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે આ તોપ પર અરબી ભાષામાં લખાણ લખેલું આજે પણ જોવા મળે છે આ તોપ પર અલી બિન સરજા અરબી ભાષામાં લખાયેલું જોવા મળે છે એના પરથી આ તોપ અલી બિન સજના નામની તુર્કીની વ્યક્તિએ બનાવી હોવાનું આજે પણ માનવામાં આવે છે આ તોપ 1530માં તુર્કીમાં બની હોવાનું ઈતિહાસકારો માની રહ્યા છે આ તોપ ઉપરકોટના કિલ્લાનુ નજરાણું હોય તે રીતે અહીં આવતા દરેક પ્રવાસીઓને આકર્ષી રહી છે

બાઈટ 1 પરસોતમ ગાઈડ ઉપરકોટ કિલ્લો જુનાગઢ

બાઈટ 2 પ્રદ્યુમન ખાચર ઇતિહાસકાર જુનાગઢ

કલ્પેશભાઈ ના ધ્યાનમાં મુકવુ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.