ETV Bharat / state

પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિ સુરેજાનું અવસાન

જૂનાગઢઃ રાજ્યના પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું ટૂંકું બીમારી બાદ અવસાન થયુ છે. સુરેજાના અવસાનના સમાચાર મળતા સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પૂર્વ સિંચાઈ પ્રધાન રતિ સુરેજા
author img

By

Published : May 9, 2019, 2:05 PM IST

પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું આજે ટૂંકી બીમારી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અવસાન થતા પાટીદાર સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. રતિભાઈ સુરેજાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત એસ.ટી. નિગમના ડિરેક્ટર તરીકે વર્ષ 1991 થી 1993 દરમિયાન કરી હતી. ત્યારબાદ 1995માં માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં વિજય મેળવી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

Junagadh
પૂર્વ સિંચાઈ પ્રધાન રતિ સુરેજા

સુરેજાએ વર્ષ 1995 થી 2002 સુધી સતત 3 વખત વિધાનસભામાં માણાવદર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બાદમાં 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટમાં જળ સંપત્તિ વિભાગના રાજ્યપ્રધાન તરીકે પણ સેવાઓ આપી હતી. રતિભાઈ સુરેજાના અવસાનથી પાટીદાર સમાજ અને જૂનાગઢના રાજકીય ક્ષેત્રમાં ભારે શોક છવાઈ ગયો હતો.

Intro:Body:

GJ_JND_RATIBHAI_PHOTO_02_7200745

REPORTER NAME -    MANISH DODIYA.

SLUG -RATIBHAI

TOTAL FEED - 02 (PHOTO)

L.E.T - JUNAGADH.

 પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું ટૂંકું બીમારી બાદ થયું અવસાન,સુરેજાના અવસાનના સમાચાર મળતા સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું 

પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું આજે ટૂંકી બીમારી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દેહાવસાન થતા પાટીદાર સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો હતો રતિભાઈ સુરેજાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત એસટી નિગમના ડીરેક્ટર તરીકે વર્ષ 1991 થી 1993 દરમિયાન કરી હતી બાદમાં વર્ષ 1995માં માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં વિજય મેળવીને સક્રિય રાજ્કારણમાં પ્રવેશ કર્યો હતો અને વર્ષ 1995 થી 2002 સુધી સતત ત્રણ વખત માણાવદર બેઠકનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કર્યું હતું વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટમાં   જળ સંપત્તિ વિભાગના જ્ય પ્રધાન  તરીકે પણ સેવાઓ આપી હતી રતિભાઈ સુરેજાના અવસાન થી પાટીદાર સમાજ અને જૂનાગઢના રાજકીય ક્ષેત્રમાં ભારે શોક છવાઈ જવા પામ્યો હતો 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.