- સિંહની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- વન વિભાગે એક સગીર સહિત બે લોકોની અટકાયત કરી
- કોર્ટે આરોપીને અમરેલી જેલ હવાલે કર્યા
ધારી/અમરેલી: ધારી ગીર પુર્વના સરસીયા રેન્જના ગઢીયા વિસ્તારમાં બે દિવસ અગાઉ સિંહ પાછળ બાઈક દોડાવીને તેને પરેશાન કરવામાં આવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને ધારી વન વિભાગે સમગ્ર વીડિયોની તપાસ હાથ ધરી હતી. ધારી ગીર પુર્વના નાયબ વન સંરક્ષક અંશુમન શર્માએ તુલસીશ્યામ રેન્જના RFOને સમગ્ર મામલાની તપાસ આપી સોંપી હતી. તપાસને અંતે આ વીડિયો ધારી ગીર પુર્વના સરસીયા રેન્જના ગઢીયા વિસ્તારનો હોવાનું બહાર આવ્યું હતું.
કોર્ટે આરોપીને અમરેલી જેલ હવાલે કર્યા
વીડિયોમાં સિંહ પાછળ બાઈક દોડાવી રહેલા ગઢિયાના યુનુસ પઠાણ અને અન્ય એક સગીર વ્યક્તિની વન વિભાગે ધરપકડ કરી હતી. ત્યારબાદ પકડાયેલા બંને આરોપીને વન વિભાગે ધારી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને અમરેલી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.