જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોના વાઇરસને પગલે હવે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગામડાઓ અને નાના નગરોમાં કોરોના વાઈરસને પહોંચી વળવા માટે દવાનો છંટકાવ એકમાત્ર ઉપાય હોવાને કારણે સતત અને અવિરત પણે દવાનો છંટકાવ થઈ રહ્યો છે. સામાજિક અંતર અને દવાનો છંટકાવ કોરોના વાઈરસથી બચવાનો એકમાત્ર હાથવગો ઉપચાર હોવાને કારણે હવે સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આ તકે હાલમાં સ્થિતીને પહોંચી વળવા જિલ્લાના વંથલી નગરપાલિકા વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરની તમામ ઇમારતો અને જાહેર સ્થળોએ દવાનો છંટકાવ કરીને કોરોના વાઈરસના સંભવિત ખતરાને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે. આજે શહેરની તમામ નાની મોટી ઇમારતો, સરકારી તેમજ ખાનગી મિલકતો અને હોસ્પિટલોના અંદરના ભાગોમાં પણ દવાનો છંટકાવ કરીને સંભવિત કોરોના વાઇરસના ખતરાને અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.