ETV Bharat / state

પઠાણ ફિલ્મને લઈને સાધુ સંતો મેદાને, મહાશિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાની આપી ચીમકી - collector application pathaan film in Junagadh

જૂનાગઢમાં સાધુ સંતો અને લોક સાહિત્યકારો શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને (pathaan film protest) વિરોધ કર્યો હતો. પઠાણ ફિલ્મમાં કેટલાક દ્રશ્યોનો દૂર કરવામાં નહીં આવે તો આગામી મહાશિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી અપાઇ છે. (pathaan film protest monks in Junagadh)

પઠાણ ફિલ્મને લઈને સાધુ સંતો મેદાને, મહાશિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

author img

By

Published : Dec 22, 2022, 4:28 PM IST

પઠાણ ફિલ્મને લઈને જુનાગઢના સાધુ સમાજ એ વ્યક્ત કરી નારાજગી

જૂનાગઢ : પઠાણ ફિલ્મનો વિરોધ ધીમે ધીમે જોર પકડી રહ્યો છે. જૂનાગઢમાં સાધુ સમાજ અને લોક સાહિત્યકાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણને લઈને મેદાને ઉતર્યા હતા. ફિલ્મના કેટલાક ચલચિત્ર (pathaan film protest) દ્રશ્યો અને ગીતના શબ્દોને દૂર કરવામાં નહીં આવે તો ફિલ્મનો વિરોધ કરવાની સાથે આગામી મહાશિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ છે.(pathaan film protest monks in Junagadh)

પઠાણના ચલચિત્ર સામે સાધુ સમાજે વ્યક્ત કર્યો રોષ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ પઠાણ ચલચિત્રનો વિરોધ હવે ધીમે ધીમે વ્યાપક બની રહ્યો છે. આજે જુનાગઢ સાધુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફિલ્મના આપત્તિજનક દ્રશ્યો અને ગીતના શબ્દોને દૂર કરવાની માંગ કરી છે. જુનાગઢ સાધુ સમાજની સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ જોડાયા હતા. તેમણે સમગ્ર ફિલ્મમાં ઈરાદાપૂર્વક ગીતના શબ્દો અને ચિત્રોને દાખલ કરવા માટે ફિલ્મના નિર્માતા અને નિર્દેશકને આડેહાથ લીધા હતા. જણાવ્યું હતું કે, સમય રહેતા ફિલ્મના આપત્તિજનક દ્રશ્યો અને ગીતના શબ્દોને ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતા અને નિર્દેશક દૂર કરે નહીં તો સાધુ સમાજ તેમનો ઉગ્ર વિરોધ કરશે. (Shah Rukh Khan pathaan film protest)

આ પણ વાંચો : સુરતમાં પઠાણનો વિરોધ, ખાનનું પૂતળુ સળગાવીને મામલતદારને આવેદનપત્ર આપ્યું

સાધુ સમાજની શિવરાત્રી મેળાના બહિષ્કારની આપી ચીમકી ભવનાથ ક્ષેત્રના અગ્રણી સાધુ સમાજના સંત ઇન્દ્રભારતી બાપુએ સમય રહેતા ફિલ્મના વાંધાજનક દ્રશ્યો અને શબ્દોને દૂર કરવામાં નહીં આવે. તો આગામી ફેબ્રુઆરી માસમાં ભવનાથની ગીરી તળેટીમાં આયોજિત થતો અને લાખો હિંદુ ભક્તોની ધાર્મિક ભાવના સાથે જોડાયેલો મહાશિવરાત્રીના મેળોનો બહિષ્કાર કરવાની ચીમકી ઇન્દ્રભારતી બાપુએ આપી હતી. (Indrabharti Bapu protest over pathaan film)

આ પણ વાંચો વડોદરામાં પઠાણ ફિલ્મને લઈને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ

રાજભા ગઢવી પણ મેદાને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક પર સવાલ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 70 વર્ષથી આ પ્રકારે બોલીવુડ હિન્દુ ધર્મની ભાવનાઓ સાથે ખીલવાડ કરી રહ્યું છે, પરંતુ હવે આ ઘટનાથી તેના પર પૂર્ણવિરામ મુકાવું જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો હિન્દુ સમાજ અને સાહિત્યકારોની સાથે સર્વ ધર્મ પ્રેમી જનતાઓ બોલિવૂડના વિરોધમાં પણ ઉતરશે. તેનું નુકસાન સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આર્થિક વ્યવસ્થાને પણ થશે. (Rajbha Gadvi protest over pathaan film)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.