જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ શહેરના શરદચોક વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણો વડલો કે જે દશેક દશકો વટાવી ચુક્યો હતો. તેની બાજુમાં રહેણાંક વિસ્તાર બનવા ઉપરાંત કોર્મિશયલ કોમ્પલેક્ષ બનતાં વડલો ખટકવા લાગ્યો હતો અને કલાકારી કરવામાં આવતાં સુકાઈ ગયો છે. આવી જ રીતે કેશોદના અમૃતનગર વિસ્તારમાં પણ વૃક્ષો સુકાઈ ગયા છે.
ત્યારે ચોમાસામાં વરસાદ કે વાવાઝોડું આવશે, તો સુકાઈ ગયેલા ઝાડ કે ડાળીઓ નીચેથી પસાર થતાં રાહદારીઓ કે વાહનચાલકો ઉપર પડશે. જેથી અકસ્માત સર્જાશે તો નિર્દોષ વ્યક્તિનો ભોગ બને તે પહેલાં તંત્ર વૃક્ષો હટાવવા કાર્યવાહી કરે એવી લોકમાગ ઉઠવા પામી છે.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે કેશોદના વહીવટી તંત્ર દ્વારા સુકાયેલા વૃક્ષો હટાવવાની જવાબદારી આવે કે નહીં એવી ચર્ચા ચાલી રહી છે.