- સમગ્ર દેશમાં ફાસ્ટ ટેગનો અમલ ફરજિયાત
- મધ્યરાત્રિથી અમલમાં આવેલા ફાસ્ટ ટેગને લઈને વાહનચાલકો હજુ પણ બેદરકાર
- રાત્રીથી ફાસ્ટ ટેગ વગર એક પણ વાહન ચાલક ટોલ બૂથ પરથી પસાર નહીં થઈ શકે
જૂનાગઢઃ સમગ્ર દેશમાં ટોલ બૂથ પર ફાસ્ટ ટેગને ફરજિયાત કરાયું છે, ત્યારે જૂનાગઢ નજીક આવેલા ગાદોઈ ટોલ બૂથ પર ફાસ્ટ ટ્રેક વગરના વાહનો હજુ પણ જોવા મળી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ વિભાગ દ્વારા ફાસ્ટ ટેગને 1 જાન્યુઆરીથી ફરજિયાત કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક કાયદાકીય અડચણને લઈને તેને 14 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખાયું હતું. જેથી હાલ મધ્યરાત્રિથી ફાસ્ટેગનો અમલ પ્રત્યેક ટોલ બૂથ પર ફરજીયાત કરવામાં આવ્યો છે. જોકે, તેમ છંતા હજુ પણ કેટલાક વાહનચાલકો ફાસ્ટ ટેગને ગંભીરતાથી લીધા વગર પોતાનું વાહન ટોલ બૂથ સુધી હંકારી જાય છે અને ત્યાં વાહનોની લાંબી કતારોમાં ઊભા રહીને દંડ સાથે ટોલ બૂથ પર જોવા મળ્યા હતા.
ફાસ્ટ ટેગ વગરના વાહનચાલકોને ડબલ રકમ ચુકવવી પડી
સોમવારે કેટલાક વાહનચાલકો પાસે ફાસ્ટ ટેગ નહીં હોવા છતાં તેઓ પોતાનું વાહન લઇને માર્ગ પર પહોંચી ગયા હતા, પરંતુ સરકાર દ્વારા જે નીતિ નિર્ધારણ કરવામાં આવ્યું છે તે મુજબ આવા ફાસ્ટ ટેગ વગરના વાહનચાલકોને ડબલ રકમ ચુકવવી પડી હતી. આજ સોમવારે મધ્ય રાત્રીથી ફાસ્ટ ટેગ વગરના એક પણ વાહન ચાલકને ટોલ બૂથ પરથી પસાર નહીં કરવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને ટોલ બૂથ પર જ કોઈપણ વાહન ચાલકને ફાસ્ટ ટેગ કઢાવવો હોય તો તેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. મધ્યરાત્રિથી ડબલ ટોલ બૂથ ભરીને જવા દેવાની વાહનોને પરમીશન આપવામાં આવી હતી, પરંતુ રાત્રિના 12 વાગ્યા બાદ તે પણ બંધ કરી દેવામાં આવશે અને માત્ર ફાસ્ટ ટેગ વાળા વાહનોને ટોલ બૂથ પરથી પસાર થવા દેવાની તૈયારીઓ ટોલ બૂથ પર કરી દેવામાં આવી છે.