માંગરોળના લોએજમાં મક્તુપુર સહિતના આસપાસ ગામડાઓના ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, 25 વર્ષ બાદ ગામમાં આવેલી નોળી નૈત્રાવતી નદીની સ્પેડીંગ કેનાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને પાણીની સમસ્યામાંથી છૂટકારો મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી આ ગામમાં આવેલી સ્પેડીંગ કેનાલની કામગીરી અધૂરી મૂકવામાં આવી હતી. જે અંગે ઢગલાબંધ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નહોતા. પરીણામે ખેડૂતોને પાણીની સમસ્યાનો ભોગ બનવું પડતું હતું. ત્યારે ETV BHARAT સહિત મીડિયા માધ્યમો દ્વારા અહેવાલ પ્રકાશિત થતાં તંત્રને કેનાલની કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે.