ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરવામાં આવ્યું હતું. ત્યારે અંદાજે 25 ટકા મગફળીનો પાક સલામત હતો. પરંતું વરસાદ વરસતા પાક ફેઈલ થતાં ખેડૂતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે. ચાલુ વર્ષ દરમિયાન સારો વરસાદ થતા ખેડૂતોના ચોમાસાનો મગફળી સહિતનો પાક સારો થયો હતો. પરંતુ વરસાદની સીઝન લાંબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નીષ્ફળ જતા ખેડૂતોમાં નીરાશા વ્યાપી છે.
આ નુકશાન મામલે જીલ્લા પંચાયત પ્રમુખ દ્રારા સરકારને રજુઆત કરાશે તેવું જીલ્લા પંચાયત પ્રમુખે જણાવાયું હતું.