જૂનાગઢ: જૂનાગઢના ખામધ્રોલ ગામમાં વર્ષ 1943 થી ગાજરની પરંપરિક ખેતી થતી આવે છે. ખામધ્રોલમાં થતું ગાજર સ્વાદ કલર અને ગુણવત્તાની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં સર્વ શ્રેષ્ઠ સાબિત થતા ગાજરની ખેતી સાથે જોડાયેલા ખેડૂત વલ્લભભાઈ મારવાણીયાને વર્ષ 2019 માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપીને ગાજરની ખેતીને સન્માનિત કરી હતી. આ ગાજર આજે પણ સ્વાદ ગુણવત્તા અને કલરની દ્રષ્ટિએ બેજોડ માનવામાં આવે છે.
ખામધ્રોલનું ગાજર સર્વોત્તમ: જૂનાગઢના ખામધ્રોલ ગામ આજે પણ પારંપરિક ગાજરની ખેતીને લઈને માન અને સન્માન ધરાવે છે. વર્ષ 1943માં ગામમાં પ્રથમ વખત ખેડૂત વલ્લભભાઈ મારવાણીયા દ્વારા ગાજરની પરંપરિક ખેતીની શરૂઆત કરવામાં આવી ખામધ્રોલ ગામની જમીન ગાજર સહિત શાકભાજીના પાકોને ખૂબ જ અનુકૂળ આવતી હોવાને કારણે પ્રાયોગિક ધોરણે વર્ષ 1943માં પ્રથમ વખત ગાજરની ખેતી કરવાની શરૂઆત કરી હતી.
ગાજરની ઉન્નત ખેતી બદલ પદ્મશ્રી: આજે ખામધ્રોલ ગામ એકમાત્ર ગાજરની ખેતીથી સમગ્ર ભારત વર્ષમાં નામના મેળવી ચૂક્યું છે. વર્ષ 2019 માં ભારત સરકારે ખેડૂત વલ્લભભાઈ મારવાણીયાને ગાજરની સર્વોત્તમ અને ઉન્નત ખેતી કરવા બદલ તેમને કૃષિ ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢને ગાજરની ખેતીમાં પદ્મશ્રી એવોર્ડ અપાવનાર વલ્લભભાઈ મારવાણીયા ગત વર્ષે અવસાન થયું છે. તેમનો સમગ્ર પરિવાર ગાજરની ખેતી સાથે જોડાયેલો જોવા મળે છે.
આ પણ વાંચો Navsari News : પાકોનું ઉત્પાદન વધારવાની ટિપ્સ મેળવતા ખેડૂતો, કૃષિ યુનિ.નું મહત્ત્વનું આયોજન
ગાજરની ખેતી ખેડૂતો માટે પણ લાભકારક: ગાજરની ખેતી સાથે સંકળાયેલા અરવિંદભાઈ મારવાણીયા ગાજરની ખેતીને ખેડૂતોની આર્થિક સ્થિતિ સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. હાલ ગાજર પ્રતિ કિલોના બજાર ભાવ 10થી લઈને 12 રૂપિયા સુધી જોવા મળે છે. એક વીઘાના ગાજરના વાવેતરમાં 400 મણ જેટલા ગાજરનું ઉત્પાદન થતું હોય છે. વધુમા ગાજરની ખેતીથી પશુધનનો નિભાવ બિલકુલ સામાન્ય બની જાય છે. ગાજરની ખેતીથી મજૂરોને રોજીરોટી પણ મળે છે. આમ ખામધ્રોલ ગામનું ગાજર ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવાની સાથે પશુધનને નિભાવવાની અને મજૂરોને રોજીરોટી પણ આપી રહ્યું છે.
આ પણ વાંચો Cabinet Meeting: કાલે કેબિનેટ બેઠક, પાવાગઢમાં શ્રીફળ, કમોસમી વરસાદ સહિતના મુદ્દે થશે ચર્ચા
ગાજરની ખેતી અન્ય પાકો માટે લાભકારક: વલ્લભભાઈ મારવાણીયા બાદ તેમના પુત્ર અરવિંદભાઈ મારવાણીયા હાલ તેમના પરંપરાગત ગાજરની ખેતી સાથે જોડાયેલા છે તેવું માને છે કે ગાજરનું વાવેતર કર્યા બાદ આસપાસના શાકભાજીના પાકોમાં ફૂગજન્ય રોગચિળામાં 70% જેટલો કંટ્રોલ કરી શકાય છે. ગાજરમાં ફૂલ આવ્યા બાદ તેની પરાગરજ લેવા માટે દેશી મધમાખીઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે જે પણ અન્ય ખેતી પાકોને ખૂબ જ ઉપકારકારક માનવામાં આવે છે. હાલ જૂનાગઢના ખામધ્રોલનું ગાજર સ્વાદ ગુણવત્તા અને કલરની દ્રષ્ટિએ અવ્વલ મનાય છે. જેથી ખામધ્રોલ પણ ગાજરના હબ તરીકે ઓળખવામાં આવે છે.