ETV Bharat / state

‘આવ રે વરસાદ...’, મેઘરાજા રૂઠતા જગતનો તાત ચિંતામાં મૂકાયો - rain

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં કુદરત જાણે જગતના તાતથી રૂઠ્યો હોઇ તેવું લાગી રહ્યું છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જુનાગઢ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો કોરા ધાકડ જોવા મળ્યા છે. વાવણી લાયક વરસાદ બાદ હાલ સુધી સારો વરસાદ ન પડતા જગતનો તાત ખૂબ જ ચિંતામાં મુકાયા છે.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/17-July-2019/3862069_jnd.mp4
author img

By

Published : Jul 17, 2019, 12:37 PM IST

વરસાદની વાત કરવામાં આવે તો "વાયુ" વાવાઝોડાની આગાહીના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અંશે વરસાદ થયો હતો. જેમાં સરેરાશ 1થી 6 ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. હાલમાં જે ચિત્ર સામે આવ્યું છે. તેમાં સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભૂજ-કચ્છ સહિતનાં જિલ્લાઓમાં અને તાલુકાઓમાં નહીંવત વરસાદનાં પગલે જગતનો તાત મુંઝવણમાં મુકાયા છે.

સૌરાષ્ટ્ર-ભરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ખુબજ ચિંતામાં મુકાયા

ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. વાપી, વલસાડ, મુંબઈ સહિતમાં આભ ફાટી પડ્યું હોય તેવો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન આ વર્ષે સારો વરસાદ થશે તેવી આશામાં ભીમ અગિયારસનાં દિવસે જ અનેક વિસ્તારોમાં થોડા ખેડૂતોએ વાવણી કરી હતી. ત્યારે વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત લમણે હાથ મુકી અને આકાશ સામે મીંટ માંડી અને વરસાદની રાહ જોઈ રહ્યો છે.

Intro:Mangrol varsad khecayoBody:એંકર

જુનાગઢ
સ્લગ:- જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્ર કચ્છ મા કુદરત રૂઠયો...
જગતના તાતની ચિંતા વધી,

એકર...
કુદરત તું કેમ રુઠયો જગતના તાતનો પોકાર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ભરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ખુબજ ચિંતામાં મુકાયો

વી.ઓ....
જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં કુદરત જાણે જગતના તાત થી કઈ રુઠયો હોઇ તેવું લાગી રહ્યું છે મુંબઈ સહિતના વિસ્તારોમાં જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જુનાગઢ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો કોરા ધાકોડ રહી ગયેલા જોવા મળ્યા છે ,વાવવી લાયક જેવા તેવા પડેલા વર્ષાદ બાદ હાલ સુધી સારો વરસાદ ન પડતા જગતનો તાત ખુબજ ચિંતામાં મુકાઈ જવા પામ્યો છે
વી.ઓ.
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનાં ધોરી નસ સમો અષાઢ મહિનો પણ કોરો ધાકોડ સડસડાટ કરતો ચાલ્યો ગયો છે ,ચોમાસાનાં આગમન ટાંકણે વર્ષા વિજ્ઞાનિકો તેમજ વરસાદ સંબંધિત આગાહી કરનારાઓએ દરવખતની જેમ આગાહીઓનો મારો ચલાવી રાખ્યો હતો. વરસાદ પડતો નથી એટલે આગાહીકારો પણ જાણે ચુપ થઈ ગયાં છે ત્યારે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી લઈને આજ દિવસ સુધી ઈશ્વરનું પ્લાનિંગ અપ ટુ ડેટ હોય અને ધાર્યું ધણીનું જ થાય…. ઈશ્વર આગળ કોઈની પણ કારી ફાવતી નથી. 

(2) બાઈટ :- ડાયાભાઈ (ખેડૂત ) કડીયું અને માથે ટોપી પહેરેલ બાપા

વધુમાં વરસાદની વાત કરવામાં આવે તો "વાયુ" વાવાઝોડાનાં સંભવિત ખતરા સાથે ભીમ અગિયારસનાં દિવસે શુકનવંતી મેઘસવારી આવી પહોંચી હતી અને વિવિધ વિસ્તારોમાં ઓછેવત્તે અંશે વરસાદ થયો હતો. સરેરાશ ૧ થી ૬ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે . અષાઢ મહિનો એટલે ચોમાસાનો ધોરી મહિનો કહેવામા આવે છે, અષાઢી બીજનું પર્વ પણ સંપન્ન થયું છે વાવેતરનો વિકાસ થતો હોય ત્યારે વરસાદ ખુબજ જરૂરી હોય છે અને હવે ગણતરીનાં દિવસોમાં શ્રાવણ માસ પણ શરૂ થવાનો છે. શ્રાવણ માસનાં વરસાદ અંગે લોક વાયકા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે શ્રાવણનાં સરવડા પડ્યાં જો આ ૧પ દિવસમાં વરસાદ સારો ન થાય તો પછી રામે રામ અને આપણા નસીબ….

બાઈટ :- હરદાસભાઈ નંદાણીયા (ખેડૂત )

હાલ જે ચિત્ર સામે આવ્યું છે તેમાં સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભૂજ-કચ્છ સહિતનાં જીલ્લાઓમાં અને તાલુકાઓમાં નહીંવત વરસાદનાં પગલે જગતનો તાત (ખેડુતો) મુંઝવણમાં મુકાય ગયા છે. ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં તો સારો વરસાદ પડે છે. વાપી, વલસાડ,મુંબઈ સહીતમાં આભ ફાટી પડ્યું હોય તેવો વરસાદ નોંધાયો છે. દરમ્યાન આ વર્ષે સારો વરસાદ થવાનો છે તેવી આશામાં ભીમ અગિયારસનાં દિવસે જ અનેક વિસ્તારોમાં થોડા વરસાદે પણ ખેડુતોએ વાવણી કાર્ય ઝટપટ આટોપી લીધું છે ત્યારે વરસાદ ખેંચાય રહ્યો છે અને કયારે પડશે તે નક્કી નથી તેવા સંજોગોમાં જગતનો તાત લમણે હાથ મુકી અને આકાશ સામે મીંટ માંડી અને વરસાદની રાહ જોઈ રહ્યો છે. ઠેર-ઠેર વરસાદની ચાતક નયને રાહ જોવાઈ રહી છે.

તો આપણી સાથે જુનાગઢ થી ગુજરાત નૅશનલ ટીવી ના ડાયરેકટર મનીષ ડાકી જોડાઈ ચુક્યા છે તો વધુ વિગતે જાણીશું કે શું છે વરસાદ વિનાની ખેડૂતો ની સ્થિતિ સંજય વ્યાસ જુનાગઢ
Conclusion:એંકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.