- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા જૂનાગઢની મુલાકાતે
- મોઢવાડિયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
- નેતાએ ઓક્સિજનના જથ્થા અંગે ચકાસણી કરી
જૂનાગઢઃ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હોસ્પિટલમાં હજી પણ સુવિધા અને આરોગ્યલક્ષી વ્યવસ્થાનો અભાવ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધીતાકીદે તમામ વ્યવસ્થા પહોંચાડવા મોઢવાડિયાની માગ
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ હોસ્પિટલમાં અવ્યવસ્થા અંગે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. આ સાથે જ રાજ્ય સરકારને તાકીદે અહીં સુવિધા પહોંચાડવા માગ કરી હતી.
અર્જુન મોઢવાડિયાએ સંકટના સમયમાં ભાજપ અને રાજ્ય સરકાર રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, એક તરફ સમગ્ર ગુજરાત કોરોના જેવા સંક્રમણ કાળના ખૂબ જ વિપરિત સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળના કોઈ મુદ્દાને લઈને ગુજરાતમાં ધરણાં પ્રદર્શન કરે તે કેટલી હદે યોગ્ય છે. તેને લઈને રાજ્ય સરકાર પર ખૂબ જ આક્ષેપ કર્યા હતા.
આવી સ્થિતિમાં પણ ભાજપને ધરણાં કરવા છેઃ મોઢવાડિયા
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ફોટો પડાવવાની નીતિમાંથી બહાર આવે અને કોરોના દર્દીઓ જે તબીબી અસુવિધાઓ ભોગવી રહ્યા છે. તેમાંથી મુક્તિ મળે તે માટે તાબડતોબ એક્શન પ્લાન બનાવીને તબીબી સવલતો ઉભી કરવાની માગ કરી હતી. ભાજપના ધરણાંને અયોગ્ય ગણાવતા જણાવ્યું હતું કે, જો ભાજપના કાર્યકરો આટલા જ માનવતાવાદી હોય તો ગુજરાતમાં હોસ્પિટલથી લઇને ઓક્સિજન દવાથી લઇને ઈન્જેક્શનો જથ્થો ખૂટી પડ્યો હતો. આ પરિસ્થિતિમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવા લોકોને તાકીદે મેડિકલ સુવિધા મળી રહે તેને લઈને ધરણા પર ઉતર્યા હોત તો કોંગ્રેસ પણ તેનું ચોક્કસ સમર્થન કરેત પરંતુ સંકટના સમયમાં ભાજપ પોતાનું પક્ષનું વ્યક્તિગત હિત સાધવા માટે ધરણા કર્યા હતા તેને મોઢવાડિયાએ અણ છાજતા ગણાવીને ભાજપ સરકાર અને ભાજપ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.