ETV Bharat / state

ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થયાના 25 વર્ષ બાદ પણ ગામડાના અને નાના શહેરોના મોબાઈલ વપરાશકારો ભારે મુશ્કેલીમાં - ભારતમાં ઇન્ટરનેટ આપવાની શરૂઆત

વર્ષ 1996માં આજના દિવસે અમેરિકામાં ઇન્ટરનેટના ડેટા આપવાની શરૂઆત થઈ હતી. તે પહેલાં વર્ષ 1995માં ભારતમાં ઈન્ટરનેટ સેવાઓ આપવાની શરૂઆત થઇ ચૂકી હતી, ત્યારે 25 વર્ષ બાદ મોબાઈલમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા મોબાઈલ ધારકો આજે 25 વર્ષ બાદ પણ મોબાઇલની કનેકટીવિટી અને ઇન્ટરનેટના નેટવર્કની સ્પીડને લઈને હજી પણ દુવિધામાં જોવા મળી રહ્યા છે.

jndddd
ઇન્ટરનેટની શરૂઆત
author img

By

Published : Dec 2, 2020, 2:30 PM IST

  • ભારતમાં ઈન્ટરનેટ શરૂ થયાને 25 વર્ષ બાદ પણ મોબાઈલ વપરાશકારો મુશ્કેલીમાં
  • ચાર વર્ષમાં મોબાઇલ વપરાશકારોની સંખ્યા 35 કરોડથી વધીને 75 કરોડની આસપાસ
  • પ્રત્યેક ભારતીય મોબાઇલ વપરાશકારો મહિને કરે છે 3 થી 7 GB ડેટાનો ઉપયોગ

જૂનાગઢ: આજના દિવસે અમેરિકામાં ડાયલ અપ ઇન્ટરનેટ કંપની દ્વારા ઈન્ટરનેટના ડેટા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રતિ પાંચ કલાક માટે 9. 9 ડોલરનો ચાર્જ વપરાશકારો પાસેથી વસૂલવામાં આવતો હતો, ત્યારે વર્ષ 1995માં ભારતમાં પ્રથમ વખત ઇન્ટરનેટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે 25 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજે પણ ઈન્ટરનેટની સ્પીડ અને નેટવર્કને લઈને મોબાઇલના વપરાશકારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થયાના 25 વર્ષ બાદ પણ ગામડાના અને નાના શહેરોના મોબાઈલ વપરાશકારો ભારે મુશ્કેલીમાં
ભારત ઇન્ટરનેટના માધ્યમથી ઝડપથી વિકસતા દેશોમાં થયું સામેલભારતમાં પાછલા 4 વર્ષમાં મોબાઇલ વપરાશકારોની સંખ્યા બમણી જોવા મળે છે. વર્ષ 2016માં 35 કરોડ લોકો મોબાઇલ કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. જે વર્ષ 2020માં 75 કરોડની આસપાસ જોવા મળી રહ્યા છે. મોબાઈલ દ્વારા ડાઉનલોડ થતી એપની વાત કરીએ તો 11 અબજની આસપાસ મોબાઇલ ઍપ ભારતમાં ડાઉનલોડ થયેલી જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારત ઇન્ટરનેટ દ્વારા ઝડપથી વિકસતા દેશોમાં સામેલ થઇ રહ્યું છે. પ્રત્યેક વપરાશકારો મહિને 3 થી લઈને 7 GB ડેટા વાપરી નાખતો જોવા મળી રહ્યો છે. ભારતમાં હાલ 70 કરોડની આસપાસ સ્માર્ટ મોબાઈલ ફોન વપરાશમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ઇન્ટરનેટ અને નેટવર્કને લઈને મોબાઈલ વપરાશકારો આજે પણ ભારે દુવિધામાં જોવા મળી રહ્યા છે.ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ નેટવર્ક અને ઈન્ટરનેટને લઈને અનેક સમસ્યાઓ વર્ષ 1995માં ભારતમાં ઇન્ટરનેટ આપવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મહાનગરો અને મોટાં શહેરોમાં મોબાઈલ ટાવરો ઉભા થવા લાગ્યા. જેને લઇને આ વિસ્તારમાં નેટવર્ક અને ઈન્ટરનેટને લઈને પડતી મુશ્કેલીઓ થોડી દૂર થતી જોવા મળી છે, પરંતુ ખાસ કરીને ગામડાઓમાં આજે પણ નેટવર્ક અને ઇન્ટરનેટને લઈને અનેક સમસ્યાઓ જોવા મળે છે. જેને કારણે ગામડાંના લોકોની મુશ્કેલીઓ આજે 25 વર્ષ બાદ પણ જેમની તેમ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.