જૂનાગઢ આજે નૂતન વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે જૂનાગઢમાં (New Year in junagadh) આવેલા અપના ઘરના વડીલો પોતાની એકલતાની વચ્ચે તેમના ઈષ્ટદેવની હાજરીમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સિનિયર સિટીઝન કે જેઓ વૃદ્ધાશ્રમમાં પોતાના જીવનનો અંતિમ સમય વિતાવી રહ્યા છે. તેઓ સંસારની ભાગદોડની વચ્ચે આજે શાંતિભર્યા વાતાવરણમાં નવા વર્ષની ખામોશી સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. (junagadh vrudhashram apna ghar)
વડીલોએ કરી ઈશ્વરની સાથે નવા વર્ષની ઉજવણી આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યુ છે, ત્યારે જૂનાગઢમાં આવેલા અપના ઘરના વડીલો પણ નવા વર્ષની ઉજવણી તેમના ઈષ્ટદેવ સાથે કરી રહ્યા છે. અપના ઘરમાં રહેતા અને પોતાના જીવનના અંતિમ સમય પસાર કરતા વડીલો આજે નવા વર્ષના દિવસે સમગ્ર સંસારની જાકમજોળ અને કોલાહલથી દૂર રહીને એકદમ શાંતિ ભર્યા વાતાવરણની વચ્ચે પોતાના ઈષ્ટદેવની હાજરી અને સંગાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો તેમના સંતાનો દ્વારા તરછોડવામાં આવ્યા છે. તેમ છતાં તેઓ આજે માનસિક રીતે વધુ મજબૂત બનીને નવા વર્ષની ઉજવણી જાજરમાન રીતે કરી રહ્યા છે. (happy new year in junagadh)
ETV Bharatને વૃદ્ધાશ્રમના વડીલોએ કરી વાતચીત ETV Bharat નવા વર્ષના દિવસે જૂનાગઢના વૃદ્ધાશ્રમની મુલાકાત કરી હતી અને અહીં રહેતા વૃદ્ધો કઈ રીતે નવા વર્ષની ઉજવણી કરે છે તેને લઈને વૃદ્ધાશ્રમના વડીલો સાથે વાત કરી હતી. વૃદ્ધાશ્રમમાં છેલ્લા ઘણા સમયથી રહેતા સાધનાબેન મહેતા સૌ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સાથે સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને જગતમાં શાંતિ સ્થપાય તેવી તેમના ઇષ્ટદેવને પ્રાર્થના કરી હતી.(new year in junagadh 2022)
સંતાનોને વડીલે આપ્યો સંદેશો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રત્યેક સંતાનો પોતાના માતા પિતા વડીલોનું સન્માન આદર અને માન સાથે તેને સાચવે તેવો આજના નવા વર્ષનો તેમને સંદેશો પાઠવ્યો હતો. પોતાના ઈષ્ટદેવની હાજરીમાં સંતાનો હોવા છતાં પણ વૃદ્ધાશ્રમમાં રહેતા આ વડીલોએ નવા વર્ષની પોતાની રીતે જાજરમાન ઉજવણી કરી હતી. અહીંથી તેમના અને સમગ્ર વિશ્વના સંતાનોને માતા પિતા અને વડીલોનું આદર માન અને સન્માન જળવાઈ તે રીતનું જીવન જીવવાના સંદેશો પણ પાઠવ્યો હતો. (Elders celebrate New Year in junagadh)