- ગિરનાર જંગલમાંથી સિંહણનો અદભુત ફોટોગ્રાફ કેદ
- વન વિભાગના કર્મચારી દિપક વાઢેરને મળી તક
- જંગલ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ગેર કાયદેસર પ્રવેશ કરવો નહીં
જૂનાગઢઃ ગિરનાર જંગલ (Forest Dipartment ) વિસ્તારના જાંબુડી થાણા નજીક સિંહણનો ખૂબ જ સારો સંદેશ આપતો હોય તે પ્રકારનો ફોટો વન વિભાગ(Forest Department)માં કામ કરતા કર્મચારી દિપક વાઢેરના કેમેરામાં કેદ થયો છે. જે જગ્યા પર સિંહણ આરામ ફરમાવી રહી છે, તેને બિલકુલ ઉપર વન વિભાગની સુચના જોવા મળે છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ અનામત જંગલ ગેરકાયદેસર કોઈએ પ્રવેશ કરવો નહીં આ બેનરની બાજુમાં બેઠેલી સિંહણ પ્રત્યેક લોકોને વન્યજીવના રક્ષણ (Wildlife protection)કરવાને લઈને ખૂબ જ સકારાત્મક સંદેશો આપી જાય છે.
અદભુત ફોટોગ્રાફ કેદ કરવાની તક મળી
ગિરનાર અભ્યારણ (Gir Sanctuary)માંથી પસાર થતી સિંહણ નો અદભુત ફોટોગ્રાફ કેદ કરવાની તક વન વિભાગમાં (Forest Department)કામ કરતા કર્મચારી દિપક વાઢેર ને મળી છે. ગઈકાલે દિપક વાઢેર પોતાની ફરજ પર ગીર જંગલમાં હતા તે દરમિયાન જંગલ વિસ્તારમાંથી બહાર આવતી સિંહણ નો ફોટો મોબાઇલ કેમેરામાં કેદ (Captured in a mobile camera)કરવાની તક મળી હતી.આ ફોટો સંદેશની સાથે વન્યજીવોને અને ખાસ કરીને ગીર અભ્યારણ બચાવવાના હેતુ માટે ખૂબ જ સૂચિત કરી રહ્યો છે. ગીર અભ્યારણ(Gir Sanctuary)માં અને ખાસ કરીને સિંહ જેવાં વન્યજીવોના ફોટા સૂચિત સંદેશો (Notification board)આપતા હોય તે પ્રકારે કેમેરામાં કેદ કરવા ખૂબ જ મુશ્કેલ બનતાં હોય છે. પરંતુ આ મુશ્કેલ તક ગઈ કાલે ગિરનાર અભ્યારણ (Gir Sanctuary)માં કામ કરતા કર્મચારીને મળી છે.
જંગલમાં પ્રવેશ નહીં કરવો તેવા સુચન બોર્ડની સાથે સિંહણ કેમેરામાં કેદ
ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ગેર કાયદેસર પ્રવેશ કરવો નહીં તેવી સૂચનાનું બોર્ડ(Notification board) વન વિભાગ(Forest Department) દ્વારા જંગલ વિસ્તારમાં ઠેરઠેર લગાવવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે જાંબુડી થાણા નજીક લખાવવામાં આવેલી સૂચના ની નીચે યુવા સિંહણ બિલકુલ આરામ ફરમાવતી હોય તેવો ફોટો કેમેરામાં કેદ થયો છે જે સૂચના બોર્ડ(Notification board)ની નીચે સિહણ બેઠેલી જોવા મળી હતી. તે સૂચનાની સાથે જંગલના રાજા સિંહને(The lion king of the forest) શા માટે ગીર નુ ઘરેણું કહેવામાં આવે છે તેવું પણ સ્પષ્ટ પણે દર્શાવી જાય છે. મોબાઈલ કેમેરામાં જે ફોટો કેદ થયો છે તે જંગલને સુરક્ષિત રાખવાની સૂચના ની સાથે રાજાની માસૂમિયત અને તેમાં પણ જંગલ વિસ્તાર માં ગેર કાયદેસર પ્રવેશ કરનાર વ્યક્તિ માટે ચેતવણી હોય તે પ્રકારના હાવભાવ ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે પોલીસ જવાનોની સાયકલ રેલી
આ પણ વાંચોઃ એ દિવસ દૂર નથી જ્યારે અમે કોઈ એવો નિર્ણય લઈશું જે કદાચ તમને ન ગમે, હાઇકોર્ટે GPCBની ઝાટકી