જૂનાગઢઃ શહેર ગત 30મી જૂનના દિવસે જૂનાગઢમાં શરૂ થયેલું ભારતનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે (Prakrutik Plastic Cafe Junagadh) આજે એક મહિનો પૂર્ણ કરી રહ્યું છે. સતત વધતા જતા પ્લાસ્ટિકના પ્રદુષણ પર કાબુ મેળવવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના વિચારને અમલમાં મૂક્યો હતો. જેના થકી જૂનાગઢમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે (Prakrutik Plastic Cafe)શરૂ થયું છે.
પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર કરવા મદદરૂપ - આ એક મહિના દરમિયાન 61 જેટલા લોકોએ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં પ્રદૂષિત પ્લાસ્ટિકને જમા કરાવીને તેના બદલામાં ઠંડા પીણા અને નાસ્તાની મોજ માણે છે. આ પ્રકારનું પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે જૂનાગઢ શહેરમાંથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર કરવા માટે (India first natural plastic cafe )મદદરૂપ બની રહ્યું છે અને આવનારા દિવસોમાં આ પ્રકારના પ્લાસ્ટિક કાફેને સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવે તેવી પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની મુલાકાત લેનાર ગ્રાહકો પોતાના પ્રતિભાવ રૂપે વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ 30 વર્ષોથી જંગલી પ્રાણીઓને બચાવે છે આ 'વેણુગોપાલ'
એક મહિનામાં 350 કિલો પ્લાસ્ટિક એકત્ર - જૂનાગઢમાં શરૂ થયેલા દેશના એકમાત્ર પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં ગત એક મહિના દરમિયાન 350 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર થયું છે. સીધી રીતે જોવા જઈએ તો આ 350 કિલો પ્લાસ્ટિકનું પ્રદૂષણ જૂનાગઢ શહેરમાંથી દૂર કરવા માટે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે મદદગાર બન્યું છે. આ એક મહિના દરમિયાન 61 જેટલા ગ્રાહકોએ 500 ગ્રામ પ્રદૂષિત પ્લાસ્ટિકના બદલામાં શરબત અને એક કિલો પ્રદુષણ ફેલાવતા પ્લાસ્ટિકના બદલામાં બે પ્લેટ નાસ્તાની મેળવી છે આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં લોકો રોકડ વ્યવહાર કરીને પણ પ્રાકૃતિક અને ગુણવત્તા સભર ભોજન નાસ્તો અને અન્ય ચીજ વસ્તુઓનો આનંદ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ શું તમને ખબર છે હિંસક પ્રાણીઓ પણ માતૃત્વ ભાવને લઇને રહે છે ખૂબ જ સચેત, જાણો અમારો વિશેષ અહેવાલ
ગ્રાહકોએ આ વિચારને આવકાર્યો - દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને જૂનાગઢના લોકોએ ખૂબ જ આવકાર્યો છે અને આ પ્રકારનો વિચાર જૂનાગઢમાંથી શરૂ થયો છે. જે દેશના તમામ નાના નગરોમાં પણ પ્રસ્થાપિત કરવામાં આવે તો સતત વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણને ઓછું કરવામાં આ વિચાર ખૂબ મહત્વનો સાબિત થશે વધુમાં પ્લાસ્ટિકના બદલામાં અહીંથી લોકો પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલા ચા શરબત નાસ્તો અને ભોજન મેળવીને આરોગ્યપ્રદ ખોરાક પણ મેળવી શકશે જે આવનારી નવી પેઢી માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.