ETV Bharat / state

જૂનાગઢ મેડિકલ કોલેજના નિવાસી તબીબો આજે સતત બીજા દિવસે ઉતર્યા આંદોલન પર

જૂનાગઢ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા નિવાસી તબીબો છેલ્લા બે દિવસથી તેમની પડતર માંગણીઓને લઇને પ્રતિકાત્મક આંદોલન કરી રહ્યા છે. જેમાં આજે મંગળવારે બીજા દિવસે કોલેજના ડીન ઓફિસ બહાર આવી નિવાસી તબીબોએ કરેલી તેમની પડતર માગોને સાંભળવામાં આવે અને તેનો તાકીદે નિરાકરણ કરવાની માગ સાથે પ્રતીક ધરણાં કર્યા હતાં.

મેડિકલ કોલેજના નિવાસી તબીબો આજે સતત બીજા દિવસે ઉતર્યા આંદોલન પર

author img

By

Published : Jul 21, 2020, 7:54 PM IST

જૂનાગઢ: મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિવાસી તબીબો આજે મંગળવારે બીજા દિવસે પણ પ્રતિકાત્મક આંદોલન પર ઊતર્યા હતાં. ગઈકાલે 100 જેટલા તબીબોએ તેમની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે પ્રકારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તેમાં ચાલતી કેટલીક અનિયમિતતાઓના વિરોધમાં નિવાસી તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ આજે પ્રતીકાત્મક વિરોધના 24 કલાક બાદ પણ કોઇ કાર્યવાહી નહી કરવામાં આવતા આજે નિવાસી તબીબોએ મેડિકલ કોલેજના ડીનની ઓફિસ બહાર પ્રતીકાત્મક ધરણાં પ્રદર્શન કર્યું હતું.

મેડિકલ કોલેજના નિવાસી તબીબો આજે સતત બીજા દિવસે ઉતર્યા આંદોલન પર
નિવાસી તબીબોનો આક્ષેપ છે કે કેટલાક તબીબો કોવિડ કેર સેન્ટરમાં તેમની ફરજ બજાવવા આવતા નથી. તેમની જગ્યાએ તેમને વધારાની ફરજ સોંપવામાં આવે છે. તેમજ જે નિવાસી તબીબો કોવિડ સેન્ટરમાં ફરજ બજાવીને પરત આવે છે. તેમને નિયમ મુજબ કોરેેન્ટાઇન કરવાના હોય છે, પરંતુ આ નિયમ પણ મેડિકલ કોલેજમાં પાડવામાં આવતો નથી. જેને કારણે નિવાસી તબીબોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.