ETV Bharat / state

2024 સુધીમાં જૂનાગઢ સર્કલમાં લાગશે ડિજિટલ ઇલેક્ટ્રીક મીટર, મોબાઇલની માફક રિચાર્જ કરી શકાશે

વર્ષ 2025 સુધીમાં મોબાઇલની માફક રિચાર્જ કરી શકાય તેવા પ્રિપેડ સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાને લઈને જૂનાગઢ PGVCL દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. જૂનાગઢ સર્કલ નીચે આવતા ત્રણ ડિવિઝન પૈકી પ્રથમ વેરાવળ ડિવિઝનમાં ડિજિટલ મીટર લગાવવાની કામગીરી જૂનાગઢ સર્કલ દ્વારા શરૂ કરવામાં આવશે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 4:16 PM IST

2024 સુધીમાં જૂનાગઢ સર્કલમાં લાગશે ડિજિટલ ઇલેક્ટ્રીક મીટ

જૂનાગઢ: વર્ષ 2024 સુધીમાં જૂનાગઢ સર્કલ નીચે આવતા ત્રણ ડિવિઝનોમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની શરૂઆત થનાર છે. જૂનાગઢ સર્કલ નીચે આવતા વેરાવળ સર્કલમાં સૌપ્રથમ વખત સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની યોજનાની શરૂઆત કરવામાં આવશે. જુનાગઢ સર્કલ નીચે આવતા ત્રણેય ડિવિઝનોમાં સર્વપ્રથમ વખત તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની શરૂઆત થશે. ત્યારબાદ તે ક્રમશ રહેણાંક વ્યાપારી અને ખેતીલાયક વીજ જોડાણમાં અનુકૂળતાને ધ્યાને રાખીને તેનો અમલ કરવામાં આવશે.

સ્માર્ટ ડિજિટલ મીટરથી શું થશે ફાયદા: સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાથી પીજીવીસીએલ અને ગ્રાહક એમ બંને પક્ષને ફાયદાકારક બની રહેશે. સ્માર્ટ ડિજિટલ મીટર મોબાઇલની જેમ પ્રિપેડ કાર્ડ દ્વારા તેમાં રિચાર્જથી વીજળીનો પુરવઠો યથાવત રાખવાની સુવિધા મળશે. જેને કારણે પ્રત્યેક ઉપભોક્તાને વીજબિલ ભરવા માટે લાંબી લાંબી લાઈનો અને કલાકોના વેડફાતા સમયમાંથી મુક્તિ મળશે. વધુમાં આ સ્માર્ટ ડિજિટલ મીટર થકી કોઈ પણ ગ્રાહક મોબાઈલ એપ્લિકેશનની મારફત તેના મોબાઈલમાં વીજળીનો વપરાશ અને કેટલું રિચાર્જ હજી બાકી છે તે દૈનિક ધોરણે જોઈ શકશે. જેને કારણે વીજળીના બચાવને લઈને પણ ગ્રાહકોમાં જાગૃતતા આવવાની શક્યતાઓ પણ વધી જાય છે.

'સ્માર્ટ ડિજિટલ મીટર થકી જે તે ગ્રાહકની વ્યક્તિગત ઓળખ કરવામાં પીજીવીસીએલને ખૂબ સરળતા રહેશે. સ્માર્ટ ડિજિટલ મીટરના આવવાથી રિચાર્જ પૂરું થતા કોઈ પણ ગ્રાહકનો રાત્રિના સમયે કે તહેવારોના દિવસ દરમિયાન વીજ પુરવઠો બંધ થશે નહીં. પરંતુ ગ્રાહકોએ બીજે દિવસે સવારે તેના સ્માર્ટ મીટરમાં તેમની અનુકૂળતા મુજબનું રિચાર્જ અવશ્ય કરાવવું પડશે. 2024 સુધીમાં તમામ સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની કામગીરી શરૂ થશે. જેમાં જૂના મીટરની જગ્યા પર નવું સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જેનો તમામ ખર્ચ હાલ રાજ્ય સરકાર ઉઠાવવા જઈ રહી છે.' - બી ડી પરમાર અધિક્ષક ઇજનેર, જૂનાગઢ વર્તુળ કચેરી

ગમે ત્યારે કરાવી શકાશે રિચાર્જ: સ્માર્ટ ડિજિટલ મીટરના આવવાથી દિવસે વીજળી સસ્તી અને રાત્રે મોંઘી થવાની પણ પૂરી શક્યતા છે જેને કારણે વીજળીનો મહત્તમ ઉપયોગ લોકો દિવસ દરમિયાન કરે અને મોટા વીજ બિલમાંથી બચી શકે તેવી વ્યવસ્થા પણ સ્માર્ટ ડિજિટલ મીટરના આવવાથી ઊભી થઈ શકે છે. તમામ ગ્રાહકો એકવાર તેમનું રજીસ્ટ્રેશન ઓનલાઇન એપ્લિકેશન દ્વારા થયા બાદ જે તે કનેક્શનનું રિચાર્જ કોઈપણ સમયે કોઈપણ ગ્રાહક તેની અનુકૂળતાને ધ્યાને રાખીને વીજ નિગમની કચેરી કે તેમના દ્વારા નિર્ધારીત જગ્યા પર કરી શકશે.

  1. Talati Exam: 'સરકારના નિર્ણયથી સારા કર્મચારીઓ મળશે, પરંતુ ધો 12 પાસ કરેલા ઉમેદવારો નાસીપાસ થશે' - ઉમેદવારો
  2. જાપાન આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા; 7મા ધોરણની હસ્તીએ દોરેલા અમદાવાદ મ્યુઝિયમના ચિત્રને મળ્યો એવોર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.