ETV Bharat / state

Junagadh News : સિંહના બચ્ચાની જડબાની સર્જરી સફળ થતાં જંગલમાં કરાયું મુક્ત - Animal Care Center

વન વિભાગના કર્મચારીઓને પેટ્રોલિંગ દરમિયાન ધારી ગીર પૂર્વના પાણીયા વિસ્તારમાં બિમાર હાલતમાં સિંહ બાળ મળી આવ્યું હતું. સિંહ બાળનું રેસ્ક્યુ કરીને તબીબ દ્વારા નિરીક્ષણ કરાતા જડબામાં ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ તબીબો દ્વારા સિંહના બચ્ચાને જડબાની સફળ સર્જરી થતાં ફરી વનમાં મુક્ત કરાયુું છે.

Junagadh News : સિંહના બચ્ચાની જડબાની સર્જરી સફળ થતાં જંગલમાં કરાયું મુક્ત

author img

By

Published : May 2, 2023, 7:19 PM IST

જૂનાગઢ : ધારી ગીર પૂર્વના પાણીયા રેન્જમાં બીમાર અવસ્થામાં મળી આવેલા સિંહના બચ્ચાને જડબાની સર્જરી સફળ થઈ છે. વન વિભાગના કર્મચારીઓ ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્ત હાલતમાં સિંહ બાળ જોવા મળ્યું હતું. ત્યારે તે સિંહ બાળને લઈને જુનાગઢ સ્થિત કામધેનુ વેટરનીટી કોલેજના તબીબો અને જસાધાર એનિમલ કેર સેન્ટરના ડોક્ટરની હાજરીમાં સર્જરી કરાઈ છે. સર્જરી બાદ સ્વસ્થ થતા સિંહ બાળને ફરી જંગલમાં મુક્ત કરાયું છે.

આ પણ વાંચો : Junagadh Lion: ગિરનાર નેચર સફારીમાં જોવા મળ્યા એક સાથે ત્રણ સિંહ

સિંહ બાળના જડબામાં કરાઈ સફળ સર્જરી : ધારી ગીર પૂર્વની પાણિયા રેન્જમાં બીમાર અને અશકત હાલતમાં જોવા મળેલા સિંહ બાળના જડબામાં સફળ સર્જરી જુનાગઢ કામધેનુ યુનિવર્સિટીની કોલેજમાં હાથ ધરાઈ હતી. સર્જરી દરમિયાન જશાધાર એનિમલ કેર સેન્ટરના તબીબની સાથે કામધેનુ યુનિવર્સિટીના તબીબો પણ જોડાયા હતા. આ પ્રકારે પ્રથમ વખત જડબાની સર્જરી કરવામાં પશુ તબીબોને સફળતા મળી છે. જાન્યુઆરી માસમાં સફળ સર્જરી બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થયેલા સિંહ બાળને ફરી ધારી ગીર પૂર્વના પાણીના રેન્જના જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન મુક્ત થયેલા સિંહ બાળ પર વન વિભાગના તબીબો દેખરેખ રાખી રહ્યા છે.

આ પણ વાંચો : STSangamam: સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે આવેલા યાત્રિકોએ મહાદેવની સાથે કર્યા સિંહ દર્શન

અશક્ત અને કમજોર જોવા મળ્યું હતું સિંહ બાળ : ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં જાન્યુઆરી માસ દરમિયાન વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન હતા. ત્યારે ત્રણથી ચાર માસનું સિંહ બાળ ખૂબ જ અશક્ત અને બીમાર હાલતમાં જોવા મળ્યું હતું. જેનું રેસ્ક્યુ કરીને તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવ્યું હતું. અહીં તેમની તબીબી સારવાર કર્યા બાદ વધુ નિરીક્ષણ માટે કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ ખાતે લાવવામાં આવ્યું હતું. જેમાં સિંહ બાળના જડબામાં કોઈ કારણોસર ફ્રેક્ચર થયું હોવાની વિગતો બહાર આવી હતી. જેને કારણે સિંહ બાળ શિકાર અને ખોરાક ગ્રહણ કરવા માટે અશક્ત બનતા તેની તબિયત નાજુક બની હતી. જેના જડબામાં સફળતાપૂર્વક સર્જરી કરાઈ હતી, ત્યારબાદ સંપૂર્ણ સ્વસ્થ બનેલા સિંહબાળને ફરી પાણીયા રેન્જમાં મુક્ત કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.