ETV Bharat / state

Gram Panchayat Election 2021: દેલવાડા ગ્રામ પંચાયતના રાજકીય અખાડામાં સાસુની સામે વહુ જોવા મળી ચૂંટણી જંગમાં - Mother-in-law and daughter-in-law in an election battle to defeat each other

આગામી 19મી તારીખે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતમાં(Gram Panchayat Election 2021) સત્તાને લઈને મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે ઉના તાલુકાની દેલવાડા ગ્રામ પંચાયતમાં(Delwada Gram Panchayat Election 2021) સાસુ અને વહુ વચ્ચે એક રસપ્રદ જંગ યોજવા જઈ રહી છે. દેલવાડા ગ્રામ પંચાયતમાં કબ્જો કરવાને લઈને સરપંચ પદ માટે સાસુ-વહુ સામ સામે ચૂંટણી જંગમાં જોવા મળે છે ઘરમાં સત્તા અને કાબુ માટે સાસુ અને વહુ કાયમ જંગે ચડેલી જોવા મળતી હોય છે ત્યારે દેલવાડા ગ્રામ પંચાયતમાં(gram panchayat election in gujarat) કબ્જો કરાવવાને લઈને ચૂંટણી જંગમાં જોવા મળી રહી છે.

Gram Panchayat Election 2021: દેલવાડા ગ્રામ પંચાયતના રાજકીય અખાડામાં સાસુની સામે વહુ જોવા મળી ચૂંટણી જંગમાં

author img

By

Published : Dec 9, 2021, 10:56 AM IST

  • દેલવાડા ગ્રામ પંચાયમાં કબ્જો કરવાને લઈને સાસુ અને વહુ વચ્ચે સીધો જંગ
  • સાસુ અને વહુ એક બીજાને હરાવવા માટે ચૂંટણી જંગમાં આવ્યા સામસામે
  • સાસુ અને વહુના સરપ્રદ ચૂંટણી જંગને લઈને દેલવાડા ગામમાં ભારે રસાકસીનો માહોલ

જુનાગઢઃ રાજ્યની ગ્રામ પંચાયતોમાં(Gram Panchayat Election 2021) આગામી 18મી તારીખે ચૂંટણી જંગ યોજવા જઈ રહી છે. ત્યારે કેટલીક ગ્રામ પંચાયતમાં સહમતીથી સરપંચ પદ માટે એક જ ઉમેદવારને પસંદ કરી જેતે ગ્રામ પંચાયત સમરસ(samras gram panchayat) જાહેર કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ 38 જેટલી ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે, ત્યારે ઉના તાલુકાનાં દેલવાડા ગામના સરપંચ પદ માટે સાસુ અને વહુ બન્ને સામ સામે ચૂંટણી જંગમાં જોવા મળે છે. દેલવાડા ગ્રામ પંચાયત(Delwada Gram Panchayat Election 2021) કબ્જે કરવા અને સરપંચ પદ પર આરૂઢ થવા માટે રાજકીય જંગમાં જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં સાસુ અને વહુનો મીઠો જંગ ઘરની ચાર દીવાલોમાં કાયમ જોવા મળતો હોય છે પણ દેલવાડા ગ્રામ પંચાયત પર કબ્જો કરવા માટે સાસુ અને વહુ ચૂંટણી જંગમાં એક બીજાને હરાવવા માટે રાજકીય અખાડામાં જોવા મળી રહી છે.

સાસુ પતિની અંતિમ ઈચ્છા પુરી કરવા તો વહુ રાજકીય અસ્તિત્વ ઉભું કરવા ચૂંટણી જંગમાં

દેલવાડાના પૂર્વ સરપંચ દિવંગત લાખા બાંભણીયાના ગ્રામ પંચાયતમાં(gram panchayat election in gujarat) સરપંચના વારસાને જાળવી રાખવાને લઈને તેમજ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમની પત્ની જીવી બાંભણિયા એક વાર ગામના સરપંચ બને તેને લઈને જીવી બહેન ચુંટણી લડી રહયા છે. તો સામા પક્ષે જીવી બહેનની વહુ પૂજાબેન પણ ગ્રામ પંચાયતના 16 વોર્ડના સભ્યોની પેનલ સાથે દેલવાડા ગ્રામ પંચાયતમાં તેનો દબદબો સ્થાપવાને લઈને સાસુ સામે ચૂંટણી જંગમાં જોવા મળી રહી છે. સમગ્ર ચૂંટણી જંગને લઈને ગામના મતદારો પણ સાસુ અને વહુના રાજકીય અખાડાને લઈને ચુટકી લેતા જોવા મળી રહયા છે.

સાસુ અને વહુનો મીઠો કકડાટ રાજકીય જંગમાં

સમગ્ર ચૂંટણી જંગને લઈને ETV ભારતને જીવી બહેને જણાવ્યું હતું કે, તેમના દિવંગત પતિ લાખાભાઈ બાંભણિયાની અંતિમ ઈચ્છા તેમને ગામના સરપંચ પદે જોવાની હતી તેને લઈને તેઓ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે. પરંતુ જે પ્રકારે દેલવાડા ગ્રામ પંચાયતમાં સાસુ વહુનો રાજકીય અસ્તિવ અને વારસો બચાવવાનો ચૂંટણી જંગ સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ચૂંટણી જંગમાં વિશેષ બની રહ્યો છે. હજુ મતદાનને 10 દિવસ જેટલો સમય બાકી ત્યારે દેલવાડા ગામના રાજકીય અખાડામાં અનેક ઉતાર ચડાવ આવશે જે સરપંચ બન્યા બાદ પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: વલસાડ તાલુકાનું 7 વર્ષથી સમરસ બનતું ગામ એટલે ખજૂરડી

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: રાજ્યમાં 1258 ગ્રામ પંચાયત સમરસ બની, 19 તારીખે યોજાશે ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.