જૂનાગઢ: જિલ્લાના વંથલી તાલુકામાં મોટા ભાગે ફળ ફળાદી પાકની ખેતી (Sapodilla farming in Junagadh)થતી હોય છે. આ વિસ્તારમાં કેસર કેરી બાદ સૌથી મોટા પ્રમાણમાં ચીકુની ખેતી પારંપરિક રીતે અને વર્ષોથી થતી આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકુના બજાર ભાવોમાં 150 થી લઈને 200 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકુનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે. ઉત્પાદન વધ્યું બજાર ભાવ પણ સારા મળ્યા તેમ છતાં ખેડૂતોને ચીકુની ખેતી પાછળ ખૂબ નુકસાની થતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતની સરહદે અને મહારાષ્ટ્રમાં યોજાતો અનોખો ચીકુ ફેસ્ટિવલ, જુઓ વીડિયો
ચીકુની ખેતી કરવી ખર્ચાળ બની - જેની પાછળ પાછલા કેટલાક વર્ષોથી ફળ પાકોમાં જોવા (Damage to farmers in Sapodilla cultivation)મળતી સોનમાખ નામની જીવાત હોવાનું ચીકુની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો જણાવી રહ્યા છે. પાછલા બે વર્ષથી સતત મોંઘવારી વધી રહી છે. આવી પરિસ્થિતિમાં ચીકુના પાકની ખેતી કરવી ખૂબ ખર્ચાળ બની રહી છે. તૈયાર થયેલા ચીકુને માર્કેટયાર્ડ સુધી પહોંચાડવા અને ચીકુના બગીચામાં ઝાડ પરથી ચીકુને ઉતારવાથી લઈને તેને પેક કરવા અને ત્યારબાદ તેને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવાની મજૂરી પણ સતત વધી રહી છે.
આ પણ વાંચોઃ વિશેષ અહેવાલ: ખેડૂત આંદોલનને કારણે અમલસાડના પ્રખ્યાત ચીકુની મીઠાશ પડી ફીક્કી
ચીકુના બજાર ભાવ - ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અધૂરામાં પૂરું ફળફળાદી પાક માટે ખૂબ નુકસાનકારક માનવામાં આવતી સોનમાખ નામની જીવાત ચીકુના પાકને ખૂબ નુકસાન કરી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકુના બજાર ભાવ સારા જોવા મળ્યા હતા પરંતુ સોન માખનો ઉપદ્રવ અને સતત વધી રહેલી મોંઘવારી ખેડૂતોના હાથ સુધી આવેલો ભાવ વધારો પરત થતો જોવા મળી રહ્યો છે.