ETV Bharat / state

Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને રાજ્યની રક્ષા માટે જગદીશ પંચાલે ચોરવાડના પ્રાચીન મંદિરમાં શીશ ઝુકાવ્યું

સંભવિત દરિયાઈ ચક્રવાત ગુજરાતના દરિયા પરથી પસાર થવાની પૂરી શક્યતાઓ છે, ત્યારે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી નુકસાન કર્યા વગર પાછું વળી જાય તે માટે સહકાર પ્રધાન જગદીશ પંચાલે દુધેશ્વર મહાદેવના દર્શન કરીને સમગ્ર રાજ્યની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરી હતી.

Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને રાજ્યની રક્ષા માટે જગદીશ પંચાલે ચોરવાડના પ્રાચીન મંદિરમાં શીશ ઝુકાવ્યું
Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને રાજ્યની રક્ષા માટે જગદીશ પંચાલે ચોરવાડના પ્રાચીન મંદિરમાં શીશ ઝુકાવ્યું
author img

By

Published : Jun 14, 2023, 5:31 PM IST

વાવાઝોડાને લઈને રાજ્યની રક્ષા માટે જગદીશ પંચાલે ચોરવાડના પ્રાચીન મંદિરમાં શીશ ઝુકાવ્યું

જૂનાગઢ : ગુજરાતના દરિયા પર સંભવિત દરિયાઈ ચક્રવાત બિપરજોય ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી કોઈપણ પ્રકારના જાન માલ કે અન્ય નુકસાન કર્યા વગર પસાર થાય તે માટે સહકાર પ્રધાન જગદીશ પંચાલે ચોરવાડ નજીક આવેલા પ્રાચીન દુધેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અભિષેક અને પૂજા કરીને મહાદેવ રક્ષણ કરે તેવી પ્રાર્થના કરી હતી. જગદીશ પંચાલની સાથે જિલ્લાના પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ પણ મહાદેવની પૂજા અભિષેક અને દર્શનમાં જોડાયા હતા.

અધિકારી અને પ્રધાને કરી સમીક્ષા બેઠક : વાવાઝોડાની પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા અને સરકારી આદેશનું અધિકારીઓમાં સંપૂર્ણપણે પાલન થાય તેમજ લોકોની સુખાકારી, સ્થળાંતર અને અન્ય જવાબદારીઓ માટે સીધી દેખરેખ કરવા રાજ્ય સરકારે પ્રધાન જગદીશ પંચાલને નિયુક્ત કર્યા છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં સતત જોવા મળે છે. આજે પણ તેઓ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાઈ વિસ્તાર છે. તેની મુલાકાત કરીને સંભવિત વાવાઝોડાના ખતરા સમયે લોકોને સાવચેત રહેવા તેમજ અતિ વિકટ જણાઈ રહેલા ગામોના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કાર્યવાહીમાં પણ તેઓ સીધી રીતે જોડાયા હતા. તેઓ સ્થળાંતરિત થયેલા લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.

બનતી તમામ કોશીશ કરવી જોઈએ : વાવાઝોડાની પરિસ્થિતિ પર પળેપળની નજર રાખવા માટે નિયુક્ત થયેલા સહકાર પ્રધાન જગદીશ પંચાલે દૂધેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે સંભંવિત કુદરતી આફતને આપણે ટાળી શકીએ તેમ નથી, શક્ય હોય ત્યાં સુધી વાવાઝોડાની પરિસ્થિતિમાં આપણે આપણાથી બનતા તમામ પ્રયત્નો અને કોશિશો કરવા જોઈએ, પરંતુ આપણે સનાતન ધર્મમાં માનનારા લોકો છે. માટે ભગવાન પણ સંકટના સમયમાં આપણી રક્ષા કરે તે માટે પુજા અભિષેક અને દર્શન કરીને સમગ્ર રાજ્યની સુરક્ષા અને કુશળતા થાય તે માટે દુધેશ્વર મહાદેવના દર્શન કર્યા છે.

  1. Cyclone Biparjoy : વાવાઝોડની આફત સામે ETV Bharatનો અબડાસાના દરિયાથી ગ્રાઉન્ડ રીપોર્ટ, જૂઓ હાલની સ્થિતિ
  2. Biparjoy Cyclone : વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 11000 ફૂડ પેકેટ પહોંચાડશે ભુજ સ્વામિનારાયણ મંદિર
  3. Cyclone Biparjoy : પોરબંદરમાં મહાકાય વૃક્ષ ધરાશાયી, બે વીજ પોલ પડતાં હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.