જૂનાગઢ: ચક્રવાત 'બિપરજોય'ની આગાહીને પગલે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ગઈકાલથી બદલાયેલા વાતાવરણને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેરાવળ, જુનાગઢ, કેશોદ, માળીયા, માંગરોળ અને સુત્રાપાડા તાલુકામાં બેથી લઈને અઢી ઇંચ સુધી વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાનું માંગરોળ શહેર જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા.
સ્થાનિક લોકોનું તંત્ર પ્રત્યે રોષ: માંગરોળ શહેરના સ્થાનિક લોકો પાછલા ઘણા સમયથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ગફુરભાઈ વહીવટી તંત્ર અને પ્રશાસનનો સમસ્યા દૂર નહીં કરવાને લઈને જવાબદાર ઠેરવ્યા છે. તેઓ માને છે કે દર વખતે ચોમાસામાં આ જ પ્રકારે વરસાદી પાણીનો જમાવડો જોવા મળે છે. પરંતુ હજુ સુધી વર્ષો જૂની આ સમસ્યામાંથી માંગરોળ વાસીઓ બહાર આવ્યા નથી. જેને કારણે તેઓ સમગ્ર પ્રશાસન પર રોષ ઠાલવી રહ્યા છે.
ત્રણ દશકાની સમસ્યા આજે પણ યથાવત: જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં પાછલા ત્રણ દસકાથી ચોમાસાના સમય દરમિયાન મોટાભાગના આ વિસ્તારો વરસાદી પાણીથી લબાલબ ભરેલા જોવા મળે છે. જેને કારણે ચોમાસાના ત્રણ મહિના માંગરોળ વાસીઓ માટે ખૂબ જ મુશ્કેલીના મહિના પણ બની રહે છેંં થોડો વરસાદ પડતા જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળે છે. જેને લઈને માંગરોળ શહેર જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો બિલકુલ સામે આવી રહ્યા છે. દર વખતે આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિમાંથી માંગરોળવાસીઓ પસાર થઈ રહ્યા છે. પરંતુ ત્રણ દશકા જુની આ સમસ્યા આજે પણ યથાવત જોવા મળે છે.
- Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય પોરબંદરથી 310 કિમી દૂર, 15 જૂનના રોજ રાત્રે કચ્છના જખૌ પાસે ટકરાવવાની સંભાવના
- Cyclone Biparjoy : મોરબીમાં વાવાઝોડાની આફત સામે લોકોની સ્થાળતંરથી લઈને ભોજન સુધીની તમામ વ્યવસ્થા કરાઈ
- Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને શું છે કચ્છની પરિસ્થિતિ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ