ETV Bharat / state

ચૂંટણીની સભામાં ભીડ ભેગી કરવા રાજકીય પક્ષોને શું કરવું પડે છે જૂઓ - Crowd in Political Party Campaign

રાજ્યમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર (Political Party Campaign for Gujarat Election) કરી રહી છે. રાજકીય નેતાઓ હવે ઠેકઠેકાણે સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ સભાઓમાં રાજકીય પક્ષો (public meeting of political parties) વિવિધ પ્રલોભનો આપીને લોકોને લાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

ચૂંટણીની સભામાં ભીડ ભેગી કરવા રાજકીય પક્ષોને શું કરવું પડે છે જૂઓ

author img

By

Published : Nov 23, 2022, 4:13 PM IST

જૂનાગઢ રાજ્યમાં ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોનો પ્રચાર ખૂબ જ પૂરજોશમાં કરી રહી છે. જોકે, રાજકીય પાર્ટીઓની સભામાં ભીડ જોઈને (Crowd in Political Party Campaign) સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેની પાછળનું કારણ છે લોકોને આપવામાં આવલા પ્રલોભનો. જી હાં રાજકીય પક્ષો મોટી સંખ્યામાં લોકોને લોભ, લાલચ અને પ્રલોભન આપીને ચૂંટણી સભામાં (public meeting of political parties) ખેંચી લાવવાના પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

સભામાં ભીડ ઊભી કરવા અપાય છે પ્રલોભન વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) પ્રથમ તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ખૂબ મોટી ચૂંટણી સભાનું (public meeting of political parties) આયોજન કરાય છે. તેમાં હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ પ્રસ્તુત કરીને તમામ રાજકીય પક્ષો દ્વારા મતદાન પહેલા તેમના પક્ષની તરફેણમાં જનમત એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સભામાં ભીડ ઊભી કરવા અપાય છે પ્રલોભન

2 દસકા દરમિયાન પ્રલોભનનો પ્રવેશ થયો આ જ પ્રકારનો પ્રયાસ ભારતના રાજકારણમાં ખૂબ જૂનો છે, પરંતુ પાછલા 2 દસકા દરમિયાન તેમાં લોભ લાલચ અને પ્રલોભનનો પ્રવેશ થયો છે. આના કારણે કારણે ચૂંટણી સભામાં હાજર જોવા મળતી લાખોની જનમેદની કોઈ પણ પ્રકારે લોભ લાલચ કે પ્રલોભનનો શિકાર બનીને ચૂંટણી સભામાં હાજરી આપવા માટે આવતી હોય છે. તેવું અનેક વાર માધ્યમો સમક્ષ આવ્યું છે. ત્યારે વર્તમાન સમયમાં પણ ચૂંટણી પ્રચારના (Gujarat Election 2022) સમયે ખૂબ મોટી સભાનું (public meeting of political parties) આયોજન થતું આવ્યું છે. આમાં લાખોની સંખ્યામાં લોકો પોતાના નેતાને સાંભળવા કે જોવા માટે આવતા હોય છે.

રાજકીય પાર્ટીઓની સભાઓમાં ભીડ
રાજકીય પાર્ટીઓની સભાઓમાં ભીડ

ચૂંટણી સભામાં 50 ટકા કરતાં વધુ જનમેદની પ્રલોભનને કારણે આવે છે એક સમયે ચૂંટણી સભામાં (public meeting of political parties) ભાગ બનેલા જૂનાગઢના સ્થાનિક કૃણાલ સોલંકીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં તમામ રાજકીય પક્ષ પોતાના તરફે જનમેદની એકત્ર કરવા અને મોટી ભીડ (Crowd in Political Party Campaign) ચૂંટણી સભામાં બતાવવા માટે લોકોને લોભ લાલચ અને પ્રલોભનો આપીને બોલાવે છે. વર્ષો પૂર્વે આ પ્રકારનું લોભ લાલચ કે પ્રલોભન ચૂંટણી સભામાં હાજરી આપવા આપવામાં આવતું નહતું.

સ્થાનિકે જણાવ્યો અનુભવ તો જૂનાગઢના નિવાસી વિરલ જોટવા પણ ચૂંટણી સભામાં (public meeting of political parties) હાજર રહેલી ભીડને (Crowd in Political Party Campaign) લઈને પોતાનો પ્રતિભાવ આપે છે. તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે, કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા પ્રજાહિતના કામો કરેલા હોય તેવી સ્થિતિમાં લાખોની જનમેદનીની સાથે ચૂંટણી સભા કરવાનો કોઈ મતલબ રહેતો નથી. લોકો સ્વયંભૂ તેમના પક્ષ અને ઉમેદવારને મત આપતા હોય છે, પરંતુ વર્તમાન સમયમાં રાજનેતાઓ 5 વર્ષ સુધી કામ કરતા નથી અને ચૂંટણીના સમયે લોભ લાલચ કે પ્રલોભન આપીને લોકોને જંગી જાહેરસભામાં બોલાવતા હોય છે, જેનો પ્રભાવ અન્ય મતદારો ઉપર મતદાનના દિવસે જોવા મળે તેવા મલીન ઈરાદા સાથે આવી ચૂંટણી સભાનું આયોજન કરતા હોય છે.

મતદારોને અપાતુ આશ્વાસન બિરબલની ખિચડી સમાન છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી સભામાં (public meeting of political parties) સ્વયંભૂ ગયેલા જૂનાગઢના નિવાસી તૂષાર સોજિત્રા જણાવે છે કે, આધુનિક અને ટેક્નોલોજીના સમયમાં ચૂંટણી સભામાં (Gujarat Election 2022) ભીડ એકત્રિત કઈ રીતે કરવામાં (Crowd in Political Party Campaign) આવે છે. તેના વીડિયો સોશિયલ મીડિયામાં સત્ય બહાર લાવી રહ્યા છે. લોભ, લાલચ કે પ્રલોભન જનમેદની બતાવવા માટે રાજકીય પક્ષો પાસેનું એક માત્ર કારગર હથિયાર બની રહ્યું છે. આવા સમયે લોકોને મળેલું આશ્વાસન બિરબલની ખિચડી સમાન બની રહે છે, જે ક્યારે પાકતી જોવા મળતી નથી. આ જ રીતે લોકોને ચૂંટણી સભામાં મળેલા આશ્વાસનો ક્યારેય પૂરા થતા નથી તેની પાછળનું એકમાત્ર કારણ ચૂંટણી સભામાં લોભ લાલચ કે પ્રલોભન આપીને એકઠી થયેલી જનમેદની હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.