જૂનાગઢમાં નવાબ દ્વારા દાતાર પર્વતની કોતરોમાં વેલીગ્ડન ડેમનું નિર્માણ કરાવ્યું હતું. આ ડેમ જૂનાગઢ શહેરના લોકો માટે પર્યટન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. આજે ડેમ તરફ જતા માર્ગ પર એક મહાકાય મગર જોવા મળી હતી.
અહીંથી પસાર થતા એક રીક્ષા ચાલકે આ મગરને તેના કેમેરામાં કેદ કરી હતી. વેલિંગ્ડન ડેમ પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ છે ત્યારે અહીં જોવા મળેલી મહાકાય મગર પ્રવાસીઓની ચિંતામાં વધારો કરી શકે છે.