જૂનાગઢ: વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંજય કોરડીયાએ જિલ્લા કલેકટરને પત્ર લખી જૂનાગઢ શહેરમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
આજે જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા જોવા મળતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને શહેર અને તેમના વોર્ડમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોરડીયાએ પત્રમાં એવી માંગ કરી કે તેમનો વોર્ડ નંબર 7 પાણીના ખૂબ જ પ્રેશર સાથે વોટર કેનનથી સેનીટાઈઝ કરવામાં આવે તેમજ જે વિસ્તારમાં તબીબ રહેતા હતા એવા ઉત્તમ પેલેસ અને હરિઓમ નગરથી કોરોના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવે.
જૂનાગઢમાં કોર્પોરેટરે કલેક્ટરને લખ્યો પત્ર, કડક કાર્યવાહીની કરી માંગ
જૂનાગઢમાં બે સંક્રમિત કેસો મળતા વોર્ડ નંબર 7ના કોર્પોરેટરે કલેકટરને પત્ર લખી કડક અને આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.