ETV Bharat / state

કોરોનાની લહેરને લઈને જૂનાગઢ હોસ્પિટલમાં તૈયારીને અપાયો આખરી ઓપ - Junagadh coronavirus

સંભવિત કોરોનાની (Corona case in Junagadh) લહેરને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બેડ ઓક્સિજન જેવી તૈયારી કરી દેવામાં આવી છે. પરતું સારા સમાચાર એ છે કે હજુ સુધી કોઈ સંક્રમિત કે શંકાસ્પદ દર્દી હજુ સુધી જોવા નથી મળ્યો. (Junagadh Civil Hospital preparations)

કોરોનાની લહેરને લઈને જૂનાગઢ હોસ્પિટલમાં તૈયારીને અપાયો આખરી ઓપ

author img

By

Published : Dec 27, 2022, 8:29 PM IST

જુનાગઢ સિવિલ હોસ્પિટલના કાર્યકારી અધિક્ષક તબીબનું નિવદેન

જૂનાગઢ : કોરોના સંક્રમણની સંભવિત લહેરને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં (Junagadh Civil Hospital preparations) તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલના કાર્યકારી અધિક્ષક તબીબ ડો તન્વી વાણીયા જાણકારી મુજબ સિવિલમાં મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ સંભવિત કોરોનાની ચોથી લહેરને ખાળવા જિલ્લાનું આરોગ્ય તંત્ર તમામ જરૂરિયાત સાથે સજ્જ બનીને કામગીરી કરવા માટે તૈયાર કરાયું છે.(Corona case in Junagadh)

હોસ્પિટલમાં તૈયારીને અપાયો આખરી ઓપ કોરોના સંક્રમણ વિશ્વના કેટલાક દેશોમાં ભયજનક (new corona variant case in Junagadh) રીતે આગળ વધી રહ્યો છે, ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ સંભવિત કોરોનાની ચોથી લહેરને ખાળવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર સતેજ બનીને કામગીરીની શરૂઆત કરી છે. સંભવિત ચોથી લહેરની શક્યતાને પગલે જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી એકમાત્ર મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને રાખવાની સાથે તેની આરોગ્યની તપાસ અને તબીબી સવલતો મળી રહે તે માટેની તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. (Junagadh Health Department)

આ પણ વાંચો કોરોનાની સંભવિત લહેરના પહોંચી વળવા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

હોસ્પિટલમાં 1181 બેડ કરાયા તૈયાર કાર્યકારી તબીબી અધિક્ષક ડો તન્વી વાણીયાએ સિવિલ હોસ્પિટલમાં થયેલી કાર્યવાહીને લઈને જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1181 જેટલા બેડ ઓક્સિજન સાથે તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે 62 બેડનો ઓક્સિજન અને વેન્ટીલેટર સાથેનો એક અલયાદો વોર્ડ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમાં કોઈ સંક્રમિત કે શંકાસ્પદ દર્દી હજુ સુધી આવેલ નથી. તેથી આ વોર્ડને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. વધુમાં સિવિલ હોસ્પિટલમાં પ્રત્યેક વ્યક્તિને કોરોના ટેસ્ટિંગથી (Corona testing in Junagadh) લઈને કેટલીક દવાઓ પણ આપવા માટેની તૈયારી જિલ્લાની એકમાત્ર મોટી સિવિલ હોસ્પિટલમાં કરાઈ છે. કોરોના સંક્રમણ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી મોટા ભાગની દવાનો જથ્થો પણ સિવિલ હોસ્પિટલના પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. (Junagadh coronavirus)

આ પણ વાંચો શું શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે ?

ઓક્સિજનને લઈને પણ છે પૂરતી વ્યવસ્થા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં 1000 લિટરની ક્ષમતા ધરાવતા બે અને 500 લીટરની ક્ષમતા ધરાવતા એક મીની ઓક્સિજન પ્લાન્ટની સાથે 20,000 લિટર મેડિકલ ઓક્સિજન રાખી શકાય તે માટેનું એક ટેન્કર પણ તૈયાર રખાયું છે. ઓક્સિજન પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા છે. તેમાં પ્રતિ મિનિટ 1000થી લઈને 500 લીટર મેડિકલ ઓક્સિજન તૈયાર કરવાની ક્ષમતા રાખવામાં આવી છે. 186 ઓક્સિજનના સેપરેટ સિલિન્ડરની સાથે 130 જેટલી મેડિકલ ઓક્સિજનનું નિર્માણ કરે તેવી ઓક્સિજન કીટ પણ તૈયાર રાખવામાં આવી છે. (Junagadh Civil Hospital Oxygen Plant)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.