જૂનાગઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુજરાત પ્રવાસ દરમિયાન એક સભામાં કહ્યું હતું કે, કૉંગ્રેસ આ વખતે અંદર ખાને જોરદાર તૈયારી કરી રહી છે ને ગોઠવણી કરી રહી છે. આ વાત સાચી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કૉંગ્રેસ ધીમે ધીમે અને સમજી વિચારીને ઉમેદવારોની યાદી (Gujarat Congress Candidates List) જાહેર કરી રહી છે. જોકે, ગઈકાલે અડધી રાત્રે કૉંગ્રેસે 46 ઉમેદવારોના નામ સાથે બીજી યાદી જાહેર કરી હતી. તેમાં પણ કૉંગ્રેસે કોડીનાર અને તાલાળા બેઠક પર ઉમેદવારની જાહેરાત બાકી રાખીને સસ્પેન્સ યથાવત્ (Talala Kodinar Assembly seat) રાખ્યું છે.
બીજી યાદી જાહેર કૉંગ્રેસે અડધી રાત્રે ઉમેદવારોની બીજી યાદી (Gujarat Congress Candidates List) જાહેર કરીને ધમાકો કર્યો છે. જોકે, આ નામમાં જૂનાગઢ અને ગીર સોમનાથની કોડીનાર અને તાલાળા બેઠકને બાદ કરતા વિસાવદર, જુનાગઢ, કેશોદ અને માંગરોળ બેઠકના ઉમેદવારો જાહેર કર્યા છે.
ધારાસભ્યોને રિપીટ કરાયા ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ (All India Congress Committee) જાહેર કરેલી બીજી યાદીમાં (Gujarat Congress Candidates List) જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 9 બેઠકો પૈકી કોડીનાર અને તાલાલા બેઠકને (Talala Kodinar Assembly seat) બાદ કરતા 7 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર થયા છે. તેમાં જૂનાગઢ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કેશોદ બેઠક પરથી આહીર અગ્રણી હીરાભાઈ જોટવા, માંગરોળ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ વાજા અને વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયાને ટક્કર આપી શકે તે માટે કરસનભાઈ વાડદોરીયાની પસંદગી કરી છે.
કૉંગ્રેસનો પેચ ફસાયો આ જ રીતે સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમાને ફરી એક વખત ચૂંટણી લડવાની તક કૉંગ્રેસે આપી છે. બીજી વખત સૌરાષ્ટ્રના સૌથી જૂના અને કોળી નેતા પૂંજાભાઈ વંશને ફરી એક વખત ઉમેદવાર બનાવાયા છે. તેમણે ગઈકાલે પોતાનું ઉમેદવારી પત્ર પણ રજૂ કરી દીધું છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની તાલાલા અને કોડીનાર બેઠક (Talala Kodinar Assembly seat) પર કૉંગ્રેસમાં હજી કોઈ સમીકરણને લઈને પેચ ફસાયો હોય તેવું લાગી રહ્યું છે.
ગત ચૂંટણીમાં જીતેલી તાલાળા અને કોડીનાર બેઠક પર પેચ ફસાયો ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) જુનાગઢ જિલ્લાની 5 અને ગીર સોમનાથ જિલ્લાની 4 મળીને નવ બેઠકો પૈકી 8 બેઠક પર કૉંગ્રેસે કમળનો કચ્ચરઘાણ વાળીને સફળતા પ્રાપ્ત કરી હતી. ત્યારે આજે જાહેર ન થયેલી કોડીનાર અને તાલાળા બેઠક ગત 2017માં કૉંગ્રેસે જીત મેળવી હતી. કોડીનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. અહીંથી મોહનભાઈ વાળા વર્તમાન ધારાસભ્ય છે, પરંતુ ગઈકાલે જાહેર થયેલી કૉંગ્રેસની બીજી યાદીમાં (Gujarat Congress Candidates List) કોડીનાર બેઠક પરના ઉમેદવારને લઈને સસ્પેન્સ જોવા મળ્યું હતું.
ભાજપે તાલાળા બેઠક પર ભગા બારડને આપી ટિકીટ બીજી તરફ 24 કલાક પૂર્વે તાલાળા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને તેને ગઈ કાલે ભાજપે તાલાળા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે તાલાળા બેઠકને લઈને પણ હવે ખૂબ મોટું સસ્પેન્સ ઊભું થયું છે. કોડીનાર અને તાલાળા બેઠક પર ઉમેદવારોની પસંદ કરવાની લઈને કૉંગ્રેસમાં કોઈ અંતિમ નિર્ણય નહીં થયો હોવાને કારણે આ બેઠકોની જાહેરાત કરવામાં વલંબ થઈ રહ્યો છે.
કોળી સમાજના ઉમેદવારને તક મળે તેવી શક્યતા મોટા ભાગે કોડીનાર બેઠક પરથી મોહનભાઈ વાળાને ફરી એક વખત પસંદ કરવામાં આવશે તેવી તમામ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ તેની જાહેરાત કરવાને લઈને વિલંબ થઈ રહ્યો છે. તો તાલાળા બેઠક પર કૉંગ્રેસ કોઈ કોળી આગેવાનને ઉમેદવાર બનાવે તેવી તમામ શક્યતાઓ નકારી શકાતી નથી. તાલાળા બેઠક પર જ્ઞાતિજાતિનું સમીકરણને ધ્યાને લઈને કૉંગ્રેસ કોળી ઉમેદવારને (Koli Community in Gujarat) ચૂંટણી જંગમાં ઉતારે તો ગઢ સમાન બેઠક ફરી એક વખત કૉંગ્રેસ જીતી શકે છે. તેવા સમીકરણોને ધ્યાને લઈને ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.