- જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શુક્રવારે જનરલ બોર્ડ મળ્યું
- કોંગી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ અપશબ્દ કહેતા મામલો ખૂબ ઉગ્ર બન્યો
- મહિલા પોલીસની દરમિયાનગીરી બાદ મંજુલાબેનને બોર્ડમાંથી સસ્પેન્ડ કરાયા
અ પણ વાંચોઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 62.30 લાખનું પુરાંતવાળુ બજેટ કર્યુ રજૂ
જૂનાગઢઃ શુક્રવારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021/ 2022નું સામાન્ય નાણાકીય અંદાજપત્ર બોર્ડ મળ્યું હતું. જેમાં બોર્ડની કાર્યવાહી એજન્ડા મુજબ શરૂ કરવામાં આવી હતી તેમાં તમામ કોર્પોરેટરોએ ચર્ચામાં ભાગ લીધો હતો. પરંતુ અચાનક કોઈ મુદ્દાને લઈને કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ અપશબ્દો બોલતા ભાજપના કોર્પોરેટરો પણ ઉગ્ર બની ગયા હતા. અપશબ્દો કહેનારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા માફી માંગે અને તેમને જનરલ બોર્ડમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ પર અડગ રહ્યા હતા. જેને ધ્યાને રાખીને જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલે પોલીસની મદદ લીધી હતી અને મહિલા પોલીસની હાજરીમાં મંજુલાબેન પરસાણાને બોર્ડમાંથી બહાર લઇ જવામાં આવ્યા હતા.
અ પણ વાંચોઃ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓના હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી
મીડિયા સમક્ષ થયેલી વાતચીતમાં કોંગી કોર્પોરેટરે અપશબ્દ બોલ્યા હોવાનો કર્યો સ્વીકાર
સમગ્ર મામલાને લઈને કોંગી કોર્પોરેટરને જનરલ બોર્ડમાંથી મહિલા PSI અને મહિલા પોલીસ કર્મીઓની હાજરીમાં બોર્ડની કાર્યવાહીમાંથી બહાર કઢાયા હતા. આ સમયે મંજુલાબેન પરસાણા મીડિયા સમક્ષ કરેલી વાતચીતમાં પોતે જે શબ્દો બોલ્યા છે તેનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કોર્પોરેટર અને વર્તમાન પદાધિકારીઓ તેમને જનરલ બોર્ડમાં બોલવા દેતા નથી, તેથી આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે, તેમને પણ કેટલાક કોર્પોરેટરોએ અપશબ્દો કહ્યા છે, તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.