જૂનાગઢ: આગામી 25 ડિસેમ્બરના દિવસે ભગવાન ઈસુના જન્મદિવસનું પર્વ ક્રિસમસ આવી રહ્યું છે. રાજ્ય સહિત વિશ્વભરમાં તેની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ક્રિસમસના તહેવારની ઉજવણીને લઈને જૂનાગઢ ચર્ચમાં પણ વિશેષ તૈયારીઓ થતી જોવા મળી રહી છે. ખિસ્ત્રી સમુદાયના લોકો ખૂબ જ ઉત્સાહ સાથે ભગવાન ઈસુના જન્મને વધાવવા માટે થનગની રહ્યા છે.
ક્રિસમસની તૈયારીઓ શરૂ: જૂનાગઢના સેન્ટ આન્સ ચર્ચમાં ધાર્મિક સોહાર્દ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવશે. ક્રિસમસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેન્ટ આન્સ ચર્ચ 100 વર્ષ જૂનું ચર્ચ છે. ક્રિસમસના દિવસે 1000 જેટલા લોકો હાજર રહેશે. રવિવારે અને સોમવારે તેની ઉજવણી થશે. નાના નાના બાળકો સાન્તાક્લોઝ બનીને આ ઉજવણીમાં ભાગ લેશે.
ભગવાન ઈસુ અને માતા મરીયમની પૂજા: ભગવાન સ્વરૂપ જીસસનો જન્મ થઈ રહ્યો છે. તેની ખુશી સમગ્ર ક્રિશ્ચન સમુદાયમાં હોય છે. પરંતુ સાથે સાથે આજના દિવસે પ્રત્યેક પરિવાર પોતાની જાતને જાણે અજાણે કરેલા પાપમાંથી મુક્તિ મળે અને પોતે આત્માની દ્રષ્ટિએ ખૂબ જ શુદ્ધ અને પવિત્ર બને તે માટે પણ ક્રિસમસનો તહેવાર પ્રત્યેક ક્રિશ્ચિયન માટે મહત્વનો હોય છે.
આજના દિવસે ભગવાન ઈસુ અને માતા મરીયમની પૂજા પણ થાય છે. સાથે સૌ મળીને ભગવાનના જન્મના સમય અને દિવસને ખુશી અને ઉત્સાહના પ્રસંગ તરીકે ઉજવે છે. દર વર્ષે 24મી ડિસેમ્બરની મધ્ય રાત્રે ભગવાન ઈસુના જન્મને મનાવવા માટે ચર્ચમાં વિશેષ તૈયારીઓ સાથે એવા ખિસ્ત્રી સમુદાયના લોકો પણ ખૂબ જ આતુરતાપૂર્વક ક્રિસમસની રાહ જોઈ રહ્યા છે.