ETV Bharat / state

આજે નાગપંચમીઃ નાગ દેવતાની વિધિવત રીતે ધાર્મિક પૂજા સંપન્ન

author img

By

Published : Aug 8, 2020, 1:00 PM IST

આજે નાગ પાંચમનો પાવન તહેવાર છે. આજના દિવસે નાગદેવતાની વિશેષ પૂજા કરવાનું પણ મહત્વ આપણા હિન્દુ ધર્મમાં જોવા મળે છે, ત્યારે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આજે નાગ પાંચમના તહેવારની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરવામાં આવી હતી.

Junagadh News
Junagadh News

જૂનાગઢઃ આજે નાગ પાંચમનો પાવન તહેવાર છે. આજના દિવસે નાગદેવતાની વિશેષ પૂજા કરવાનું પણ મહત્વ આપણા હિન્દુ ધર્મમાં જોવા મળે છે, ત્યારે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આજે નાગ પાંચમના તહેવારની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરવામાં આવી હતી.

આજે નાગ પાંચમનો તહેવાર ધાર્મિક ઉત્સાહ સાથે પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સાવચેતી પૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે ખાસ કરીને નાગદેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપણા હિન્દુ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે. આજના દિવસે નાગદેવતાને શ્રીફળ, દૂધ, કુલેર અને તલમાંથી બનાવવામાં આવતો વિશેષ પ્રસાદ તલવટ નાગદેવ દેવતાને અર્પણ કરીને નાગ પાંચમની ધાર્મિક ઉજવણી કરવામાં આવતી હોય છે.

આજે નાગ પંચમીના પાવન તહેવાર એ નાગ દેવતાની વિધિવત રીતે ધાર્મિક પૂજા વિધિ સંપન્ન કરાઈ
આજની ઉજવણીનું આપણા ધર્મશાસ્ત્રોમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આજે નાગદેવતાની પૂજા કરવાથી સમગ્ર સૃષ્ટિ અને પરિવાર પર વિષ દંતની નકારાત્મક અસરો પડતી નથી. સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલા તમામ અનિષ્ટોને વિષદંત તરીકે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે, ત્યારે તમામ પ્રકારના અનિષ્ટો જે સૃષ્ટિમાં વિષદંત રૂપે ફરતા હોય છે. જેની પરિવારો પર કોઈ વિપરીત અને પ્રતિકૂળ અસરો ઉત્પન્ન ન થાય તે માટે આજના દિવસે ખાસ નાગદેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.