ETV Bharat / state

World Oceans Day 2022: વિશ્વ મહાસાગર દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો શું છે થીમ? - World Ocean Day activities

વર્ષ 1992થી 8 મી જૂનના દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઊજવવાની (World Oceans Day 2022)શરૂઆત થઈ છે. આજે 8મી જૂન એટલે કે વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દરિયાનું રક્ષણ થાય અને દરિયો દેવ તરીકે સમગ્ર સૃષ્ટિના જીવનને નવ જીવન આપે તેવા ઉદેશ્ય સાથે દર વર્ષે દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાની શરૂઆત થઇ છે.

World Oceans Day 2022: વિશ્વ મહાસાગર દિવસ કેમ ઉજવવામાં આવે છે,જાણો થીમ શું છે?

author img

By

Published : Jun 8, 2022, 6:04 PM IST

Updated : Jun 9, 2022, 8:24 PM IST

જૂનાગઢઃ પુનરોદ્ધારના થીમ સાથે વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day)ઉજવવામાં આવી રહ્યો છે. સતત વધી રહેલું ગ્લોબલ વોર્મિંગનું સંકટ તેની સાથે હિમશીલાઓ ઓગળવાની સાથે પૃથ્વીના તાપમાનમાં થઈ (World Oceans Day 2022)રહેલા સતત વધારાને કારણે સમુદ્રનું સ્તર ખૂબ ઊંચું આવી રહ્યું છે જેને લઇને સમગ્ર પૃથ્વી પર જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે જેની ચિંતા કરીને વર્ષ 1992 થી 8 મી જૂનના દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઊજવવાની શરૂઆત થઈ છે.

મહાસાગર

વિશ્વ મહાસાગર દિવસ - આજે 8મી જૂન એટલે કે વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગના ખતરાની વચ્ચે હિમશીલાઓનું સતત ઓગળવું તેમજ પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને કારણે સમુદ્રનું જળ વિસ્તરણ પામ્યું છે. આ બે વિકટ સમસ્યા ગ્લોબલ વોર્મિંગને કારણે ઉભી થવા પામી છે. દરિયાનું રક્ષણ થાય અને દરિયો દેવ તરીકે સમગ્ર સૃષ્ટિના જીવનને નવ જીવન આપે તેવા ઉદેશ્ય સાથે દર વર્ષની 8મી જૂનનના દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાની શરૂઆત થઇ છે. સતત વધી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે આજે દરિયાનું જળ સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યુ છે જે આવનારા દિવસોમાં પૃથ્વીના જીવો માટે અનેક મુશ્કેલીઓનું સર્જન ના કરે તેને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ World Environment Day 2022: પર્યાવરણ સૃષ્ટિ અને વિશ્વની જતન માટે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો

પૃથ્વી પર 75 ટકા વિસ્તારમાં મહીસાગર નોછે દબદબો - પૃથ્વીના 75 ટકા ભાગમાં મહાસાગરો જોવા મળે છે. માત્ર 25 ટકા જમીન પર જીવન શક્ય છે. આવી પરિસ્થિતિ ની વચ્ચે દરિયા માંથી 50 ટકા કરતાં વધુ ઓક્સિજન જીવ અને વનસ્પતિ માટે ખુબ મહત્વનો છે તેનું નિર્માણ થાય છે. સાથે સાથે ગ્રીનહાઉસ ગેસ જેમાં કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે તેવા ઝેરીલા ગેસને સમુદ્ર 30 ટકા કરતાં વધારે પોતાની અંદર સોસીને વાતાવરણને સ્વચ્છ અને જીવન જીવી શકાય તે મુજબનો બનાવી રહ્યો છે. સમગ્ર વિશ્વની 3 બિલયન કરતાં પણ વધુ જનસંખ્યા એટલે કે 50 ટકા વિશ્વની વસ્તી દરિયાઈ રોજીરોટી પર આધારિત છે આવી પરિસ્થિતિમાં પર્યાવરણને થઇ રહેલું નુકશાન ખૂબ ચિંતાનો વિષય છે. લોકો આ ચિંતાને પોતાની સમજીને શક્ય હોય ત્યાં સુધી કુદરત દ્વારા મળેલા સંસાધનો યોગ્ય અને સુચારુ ઉપયોગ કરે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે અને તેને કારણે જ સતત વધી રહેલી દરિયાઈ જળ સપાટીમાં પણ ઘટાડો લાવી શકાય તેમ છે.

આ પણ વાંચોઃ World Environment Day 2022 : એ કોણ છે જેણે 20,000 વૃક્ષો, 300 પ્રકારના છોડો, ઔષધીય વનસ્પતિઓ અને વેલનું જતન કર્યું છે!

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે દરિયાઈ જળ વધ્યું - ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને કારણે બરફ આચ્છાદિત વિસ્તાર ઓગળી રહ્યો છે, જેનું પાણી સીધું સમુદ્રમાં ભળે છે. સાથે સાથે પૃથ્વીનું તાપમાન વધવાથી દરિયાના પાણીના કદમાં વિસ્તાર થાય છે. આ બંને મુખ્ય ઘટનાને કારણે દરિયાની જળ સપાટી સતત વધી રહી છે. વધુમાં દરિયાની ખારાશ અને દરિયાઈ વિસ્તારને આગળ વધતો રોકવા માટે મેનગૃવ નામની વનસ્પતિ આશીર્વાદ સમાન હતી, પરંતુ માનવજાતે તેને પણ આખરે નામશેષ કરી જેને કારણે દરિયાઈ સપાટી વધવાની સાથે ખારાશ પણ આગળ વધી રહી છે. આવનારા સમયમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવ માટે ખૂબ વિપરીત પરિસ્થિતિ ઊભી કરી શકે તેમ છે 75 ટકા વિસ્તારમાં એકલા દરિયાનો સમ્રાજ્ય છે 25 ટકા જમીન પર તમામ જીવ જંતુઓ અસ્તિત્વ ટકાવી રહ્યા છે, પરંતુ માનવજાતની ભૂલને કારણે 25 ટકા જમીન પર પણ હવે ખતરો ઉભો થયો છે. સમય રહેતા જો યોગ્ય નિરાકરણ નહીં થાય તો 25 ટકા જમીન પૈકીનો કેટલોક હિસ્સો દરિયાઈ જળ સપાટીમાં પરિવર્તિત થશે જેની આકરી અને કારમી કિંમત પૃથ્વી પરના જીવોને પણ ચૂકવવી પડશે.

Last Updated : Jun 9, 2022, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.