જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જંગલમાં જોવા મળતા કેટલાક ઝેરી અને બિનઝેરી સાપ અને મગર પણ પૂરના પાણીમાં તણાઈ આવતા હોય છે. ત્યારે ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે મગર અને કોબ્રા સાપ તણાઇને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં આવી ચડયા હતા. સાપ અને મગર એક સાથે આશ્રમમાં આવી જતા આશ્રમમાં રહેલા ભક્તોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઝેરી સાપ અને મગર આવી ચડતા બાપુના સેવકો દ્વારા વન વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યારે આશ્રમમાં હાજર પુરી બાપુએ વન વિભાગની ટીમ રેસ્ક્યૂ કરવા આશ્રમ સુધી પહોંચે તે પહેલાં જ ઝેરી કોબ્રા સાપ અને મગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યા હતા. ઇન્દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમા પુરી બાપુ નામના સાધુની સાહસિકતા સામે આવી હતી.