જૂનાગઢ: સમાજમાં ક્રાઇમના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ સમાજમાં એવા એવા કિસ્સાઓ સામે આવે છે. જેના કારણે જે કદાચ કોઇએ વિચાર્યું પણ નહીં હોય. આ તમામની વચ્ચે એવું કહેવું ખોટું નથી કે, કળયુગ આવી ગયો છે. ભાઇ-બહેન હોય કે પછી માતા-પિતા કે પછી કોઇ પણ સંબધ હોય કોઇ ને કોઇની પડી નથી. તેવું જોવા મળે છે. કેશોદમાં પણ એવો કિસ્સો સામે આવ્યો છે. માસીના ભાઈએ કેશોદમાં રહેતી તેની બહેન પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
યુવતીને હુમલાનો શિકાર: ગત રાત્રિના સમયે માસીના ભાઈએ કેશોદમાં રહેતી તેની બહેન પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર હાલતમાં યુવતીને કેશોદ જુનાગઢ અને રાજકોટ સારવાર માટે મોકલી છે. સમગ્ર મામલામાં એક તરફી પ્રેમમાં માસી ભાઈ કેશોદમાં રહેતી યુવતીને હુમલાનો શિકાર બનાવે છે. સમગ્ર મામલામાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આરોપી કિશન ગીરી પર ફિટકાર વર્ષી રહ્યો છે.
સમાજને લાંછન લગાડતો કિસ્સો: જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ગત રાત્રિના સમયે સભ્ય સમાજને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ સાસણના કિશનગીરી એ કેશોદની યુવતી પર અચાનક તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા તેમાં યુવતીને ગંભીર ઈજાઓ થઈ છે. રાત્રિના સમયે કેશોદ ત્યારબાદ જૂનાગઢ અને હવે યુવતીની પરિસ્થિતિને ધ્યાને રાખીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને કેશોદ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓ યુવતિનું નિવેદન લેવા માટે રાજકોટ પહોંચી ગયા છે.
આ પણ વાંચો Junagadh News: યુવાન ખેડૂતે મધની ખેતી કરીને બન્યો આત્મનિર્ભર, મધનું કર્યું મબલખ ઉત્પાદન
સંબંધો પર પણ મુકાયું પૂર્ણવિરામ: કેશોદનો કિસ્સો પવિત્ર સંબંધોને પૂર્ણવિરામ તરફ આગળ ધપાવતો જોવા મળે છે. માસીના ભાઈ તેની બહેનના એક તરફી પ્રેમમાં પાગલ થઈને તેનો જીવ લેવા સુધીનો હિચકારો પ્રયાસ કર્યો છે. આ પ્રકારના હુમલાઓ અને એક તરફી પ્રેમ પવિત્ર સંબંધોને પણ પૂર્ણતા તરફ આગળ ધપાવી રહ્યા છે. સભ્ય સમાજ માટે ખૂબ જ ચિંતાની સાથે ચિંતનનો વિષય પણ બનવો જોઈએ.
અનૈતિક સંબંધો: જે રીતે સોશિયલ મીડિયા અને આધુનિક સમયમાં પવિત્ર સંબંધો પણ હવે અનેક અનૈતિક સંબંધોમાં પરિણામે છે. ત્યારે કેશોદનો કિસ્સો સભ્ય સમાજ માટે કલંકની સાથે ચિંતનનો વિષય પર બનવો જોઈએ. હાલ તો કેશોદ વિભાગીય પોલીસ અધિક્ષક બી સી ઠક્કર સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યા છે. હુમલાનો ભોગ બનનાર યુવતીનું નિવેદન લેવા માટે કેશોદ પીઆઇ ગઢવીને રાજકોટ મોકલીને સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે.