- હાઈકોર્ટમાં ગીર જંગલમાં બ્રોડગેજ લાઈનનો મામલો
- રેલવે અને રાજ્ય સરકાર એમ બંનેએ રજૂ કર્યાં સોંગદનામાં
- કોર્ટની મંજૂરી વિના બ્રોડગેજ નહીં બનાવીએઃ રેલવે
- પ્લાન મંજૂરી માટે વિચારણા હેઠળ છેઃ રાજ્ય સરકાર
ડેસ્ક ન્યૂઝ- ગીર અભયારણ્યમાં (Gir forest) સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ મિત્રના રિપોર્ટ બાદ રેલવે બોર્ડ અને રાજ્ય સરકારે પોતાના સોગંદનામા રજૂ કર્યા હતાં. રેલવે ઓથોરિટીએ કોર્ટમાં બાંહેધરી આપી છે કે જ્યાં સુધી હાઇકોર્ટ (High court) કોઈ આદેશ ન કરે ત્યાં સુધી સાસણમાંથી પસાર થતી રેલવે લાઈન બ્રોડગેજમાં ફેરવવામાં નહીં આવે. મહત્વનું છે કે જૂની રેલવે લાઈનને બ્રોડગેજ લાઈનમાં ડેવલપ કરવાના પ્રોજેકટ (Broadgauge railway line case in Gir Forest) સામે ગીરના સિંહો ઉપર વિપરીત અસર ન થાય તે હેતુથી હાઇકોર્ટે સુઓમોટો લીધી છે જે મામલે સુનાવણી થઈ હતી.
રેલવે બોર્ડે શું કહ્યું
રેલવે બોર્ડે પોતાના (High court) સોગંદનામામાં દાવો કર્યો છે કે વિસાવદરથી તલાલા વચ્ચેની રેલવે લાઈનને મીટર ગેજ બ્રોડગેજ કરવાનો પ્લાન (Broadgauge railway line case in Gir Forest) રેલવે બોર્ડે હાલ પૂરતો પડતો મૂક્યો છે. સ્ટેટ વાઈલ્ડલાઈફ બોર્ડ અને અન્ય ઓથોરિટીની મંજૂરી ન મળે ત્યાં સુધી આ પ્લાનને પડતો મુકવામાં આવ્યો છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે આ અંગેનો પ્લાન મંજૂરી માટે વિચારણા હેઠળ છે. રેલવે બોર્ડે દાવો કર્યો કે ગીર અભયારણ્ય કે ઈકો સેન્સીટીવ ઝોનમાંથી પસાર થતી રેલવેની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક નિયત કરવામાં આવી છે અને રાત્રીના સમયે અભયારણ્ય વિસ્તારમાંથી ટ્રેન પસાર નહીં કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોર્ટમિત્ર હેમાંગ શાહે સિંહોના અકાળે થતા મૃત્યુનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો
ખુલ્લા કૂવામાં પડી જવાથી કે ટ્રેનની અડફેટે આવવાથી કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી સિંહોના અકાળે મૃત્યુ થતાં હોવાના મુદ્દાઓને ગંભીર ગણીને કોર્ટે (High court) લીધેલી સુઓમોટો પિટિશનમાં કોર્ટ મિત્ર હેમાંગ શાહ તરફથી (Broadgauge railway line case in Gir Forest) રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેની અંદર ગીર અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વિકાસ કામગીરીને લગતા અલગ-અલગ પ્રોજેક્ટની માહિતી કોર્ટ સમક્ષ મુકાઇ હતી. આ પ્રોજેક્ટથી સિંહોને અને વન્ય જીવસૃષ્ટિને નુકસાન થશે તે પ્રકારની રજૂઆત કરાઇ હતી. જે બાદ કોર્ટે રાજ્ય સરકાર અને રેલવે બોર્ડને ખુલાસો કરવા આદેશ કર્યા હતાં. જેના જવાબમાં આ સોગંદનામા રજૂ કરવામાં આવ્યાં છે. જોકે આ મુદ્દાઓને લઈને વિસ્તૃત છણાવટ માટે કોર્ટ આગામી સમયે સુનાવણી કરશે.
રેલવે બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર પ્રોજેક્ટ લઇને કોર્ટમાં (High court) પુરાવા આપવાવામાં આવી રહ્યાં છે. રેલવે બોર્ડ (Railway Board)દ્વારા સાસણ અને ગીર જંગલમાંથી પસાર થતી રેલવે લાઇનનું બ્રોડગેજ (Broadgauge to the railway line)માં પરિવર્તિત કરવા અંગે વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તમામ દિશાનિર્દેશ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ પર રેલવે બોર્ડ કામ કરશે નહીં.
ગીરમાં રેલવે લાઈનને લઈને અનેક વખત વિવાદો
સાસણ સહિત ગીર જંગલ(Sasan Gir forest)માંથી નવી રેલવે લાઇન પસાર થવાને લઈને સમગ્ર મામલો કેટલાક વર્ષોથી વિવાદમાં (Broadgauge railway line case in Gir Forest) જોવા મળી રહ્યો છે. સાસણ સહિત ગીરનું જંગલ એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહ માટે રક્ષિત કરવામાં આવ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં વન્ય જીવો અને જંગલની ઇકોલોજીને કોઇ પણ પ્રકારનું નુકસાન ન થાય તેને લઈને જંગલ વિસ્તારની હદમાં આવતા તમામ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની બાંધકામ સહિતની તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગીરમાં મીટર ગેઈઝ રેલવે લાઇન ચાલી રહી છે, તે પણ જંગલના નિયમો અને ગીર અભ્યારણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા દિશાનિર્દેશોને આધીન ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને રેલવે બોર્ડ નવી દિલ્હી દ્વારા હાઇકોર્ટમાં (High court) કોઇ અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ પ્રોજેક્ટ પર કામ નહીં થવાની બાંહેધરી આપતું પત્ર હાઈકોર્ટમાં (High Court)માં સોંપવામાં આવ્યું છે.
ખાનગી કંપની દ્વારા જંગલમાંથી ગેસ લાઈન પસાર બાબતે પણ વિવાદ
ગીર જંગલ અને સાસણ વિસ્તારમાંથી ગેસી પાઈપ લાઈન(Gas pipeline) પસાર કરવાને લઈને પણ અનેક વિરોધ છે. જેને ધ્યાનમાં રાખીને ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં ઇકો સેન્સેટીવ ઝોન પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. જંગલને નુકસાન ન થાય તેમજ આ વિસ્તારમાં વન્યજીવુને નુકસાન થાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકાર અને વન વિભાગની છે. ત્યારે રેલવેની નવી લાઈન અને ગેસની પાઈપલાઈન અભયારણ્ય અને જંગલ વિસ્તારમાં જોવા મળતાં સિંહ સહિત અન્ય પ્રાણીઓને નુકશાનકર્તા છે તેમ અનેક વખત સિંહપ્રેમીઓ અને કોર્ટ મિત્ર દ્વારા રાજ્યની વડી અદાલતમાં (Broadgauge railway line case in Gir Forest) સમગ્ર મામલો મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સિંહપ્રેમીઓની માગણીઃ રાજ્ય સરકાર કોર્ટ સમક્ષ ગીર જંગલમાં રેલ-ગેસ લાઈનનો વિરોધ કરે