બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે પીવાના પાણીના ટેન્કરને લઈને આપેલા નિવેદનને ગુજરાતમાં પીવાના પાણીના ટેન્કર દોરતા હોય તેવી ઘટના ભૂતકાળ બની ગઈ છે. તેવો દાવો કર્યો હતો, પરંતુ જૂનાગઢમાં જ ભાજપ સમર્થકના ઘરે આજે પણ પીવાના પાણી માટે ટેન્કરની મદદ લેવામાં આવી રહી છે.
ત્યારે કેન્દ્રમાં બીજી વખત ભાજપનો ઝળહળતો વિજય થયો હતો, જેની ઉજવણીના ભાગરૂપે બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે ખાનપુર કાર્યાલયમાં યોજવામાં આવેલી સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં પીવાના પાણીથી લઈને સિચાઈ માટેના પાણીની કોઇ સમસ્યા જ નથી તેવો દાવો કર્યો હતો. અમિત શાહના મત મુજબ, એક વખત એવો હતો કે ગુજરાતને ટેન્કર રાજના ગુજરાત તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં ટેન્કર ભૂતકાળ બની ગયું છે, તેવો દાવો અમીત શાહે કર્યો હતો, પરંતુ જૂનાગઢમાં અમિત શાહના દાવાની જાણે કે હવા નીકળી જતી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.
પાણીની સમસ્યા મુદ્દે અમતિ શાહનું નિવેદન જૂનાગઢમાં દેખાઈ રહ્યું છે અવાસ્તવિક
અમિત શાહના દાવા પ્રમાણે ગુજરાતના એક પણ શહેરમાં કે ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું નથી, પરંતુ આ દાવાની હકીકત જોવા જઈએ તો જૂનાગઢ નગરપાલીકા વિસ્તારમાં આવતા મોટા ભાગના વિસ્તારોમાં આજે મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને શહેરના ભાજપના એક સમર્થકના ઘરે પણ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, તે વીડિયો પણ સામે આવ્યો છે ત્યારે આ વીડિયોને લઈને અમિત શાહ અમદાવાદમાં કરેલો દાવો કેટલો પોકડ અને ખોટો હતો, તે આ ખુદ વિડીયો બતાવી જાય છે. ભાજપના સમર્થકના ઘરે જજો ટેન્કર દ્વારા પાણી મળતું હોય તો અન્ય વિસ્તારોની હાલત કેવી હશે તે વીડિયો જોઈને સૌ કોઇ જાણી શકે તેમ છે.જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પંપીંગ સ્ટેશનમાં બાર કલાક સુધી સતત ટેન્કરો દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણી આપવામાં આવી રહ્યું છે, 25 થી 30 જેટલા ટેન્કરો 12 કલાક સુધી સતત ફેરાઓ કરીને લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છે, અંદાજિત 300થી સાડા ત્રણસો જેટલા ફેરા એક દિવસ દરમ્યાન કરીને લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો દાવો જૂનાગઢમાં તો ખોટો અને પોકડ હોય તેવું દ્રશ્ય ને જોતા લાગી રહ્યું છે.