જૂનાગઢઃ આદિ શંકરાચાર્ય જયંતિ એક મહત્વપૂર્ણ હિંદુ તહેવાર છે. જે પ્રાચીન ભારતના મહાન દાર્શનિક અને ધર્મશાસ્ત્રીઓમાંના એક આદિ શંકરાચાર્યની યાદમાં ઉજવવામાં આવે છે. આદિ શંકરાચાર્યને અદ્વૈત વેદાંતને પુનર્જીવિત કરવા અને લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે, જે હિંદુ ફિલસૂફીની મુખ્ય શાખાઓમાંની એક છે.
4 મઠોની સ્થાપના કરીઃ જગતગુરુ શંકરાચાર્ય 32 વર્ષના આયુષ્ય દરમિયાન, તેમણે 4 વખત સમગ્ર ભારતવર્ષની પદયાત્રા કરી હતી. તેમની આ પદયાત્રાના નિષ્કર્ષ રૂપે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ભારતમાં 4 મઠોની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે પણ જોવા મળે છે દરેક મઠ ના ગાદીપતિ ને આજે પણ શંકરાચાર્ય તરીકે પૂજવામાં આવે છે. જગત ગુરુ શંકરાચાર્ય દ્વારા 7 અખાડાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી. જે આજે સનાતન ધર્મ સંસ્કૃતિનુ પ્રતીક જાળવીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ અખાડાના માધ્યમથી આજે પણ થઈ રહ્યો છે.
એક જ પરમ તત્વમાં માનતા હતા જગતગુરુ શંકરાચાર્યઃ આદિ જગતગુરુ શંકરાચાર્ય એક જ પરમ તત્વ માં વિશ્વાસ રાખતા હતા. માનવ માનવ વચ્ચેનો ભેદભાવ જગતગુરુ શંકરાચાર્ય નષ્ટ કર્યો હતો અને તેથી જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની શરૂઆત કરી હતી. આદિ જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને ભાગવત ગીતાનું જેવા ધાર્મિક ગ્રંથોનુ ગહન અધ્યયન કર્યા બાદ, સનાતન ધર્મની તેમની જે પરિકલ્પના હતી. તેને સમગ્ર જગત સમક્ષ પ્રસ્તુત કરી અને તેના આધારે આદિ જગતગુરુ શંકરાચાર્યે ભાષ્યની રચના કરી શંકરાચાર્ય પોતે એવું ગંભીરતાપૂર્વક માનતા હતા કે, પ્રત્યેક વ્યક્તિમાં એક પરમાત્મા ચોક્કસ પણે રહેલો હોય છે અને તેને કારણે જ જગતગુરૂ શંકરાચાર્યે વિવિધ ધર્મના વાડાઓનો વિરોધ કરીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો જેને કારણે સમગ્ર જગત આદિ ગુરુ શંકરાચાર્ય ને જગતગુરુ તરીકે પણ પૂજા કરી જે સનાતન ધર્મમાં આજે પણ થતી જોવા મળે છે.
આ પણ વાંચોઃ Happy Birthday Missile Man: ભારતના મિસાઈલ અને પરમાણુ હથિયાર કાર્યક્રમને અભેદ બનાવનારા ડો. કલામને સલામ
કંકરમાં શંકરની પરિકલ્પના પણ શંકરાચાર્યએ આપીઃ પ્રત્યેક કંકર માં શંકર જોવાની કલ્પના પણ આદિ જગતગુરુ શંકરાચાર્યે સનાતન ધર્મમાં પ્રસ્થાપિત કરી એટલા માટે ખ્રિસ્તી ધર્મમાં જે માન pope john polનું છે. બૌદ્ધ ધર્મમાં જે માન આજે દલાઈ લામાનું છે એવું જ માન સનાતન હિન્દુ ધર્મમાં યુગોયુગોથી આદિગુરુ શંકરાચાર્યનું જોવા મળે છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય જીવ અને શિવને એકરૂપ માનતા હતા શંકરાચાર્ય માનતા હતા કે, બ્રહ્મ જ સત્ય છે સમગ્ર જગત મિથ્યા છે તેમની આ પરિકલ્પના સનાતન ધર્મ માટે આજે પણ પાયાના પત્થર સમાન બની રહી છે. જગતગુરુ શંકરાચાર્ય માનતા હતા કે, પ્રત્યેક વ્યક્તિએ જ્ઞાની થવું પડશે એટલા માટે કે, અજ્ઞાનથી આત્માનુ મૂળ સ્વરૂપ ઢંકાઈ જાય છે અને ઢંકાયેલા આત્મા સાથે કોઈપણ વ્યક્તિ બ્રહ્મ તત્વને પામી શકતો નથી.
મોક્ષ આત્મા અને બ્રહ્મ તત્વની એકતાની અનુભૂતિ કરાવે છેઃ આદિ જગતગુરુ શંકરાચાર્ય મોક્ષ વિશે પોતાની પરિકલ્પના રજૂ કરતા જણાવતા હતા કે, મોક્ષ એ આત્મા અને બ્રહ્મતત્વ ની એકતા ની અનુભૂતિ કરાવે છે. મારું અને તારુ આ ભેદભાવ થી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને દૂર રાખે તો તે તમામ વ્યક્તિઓનુ જીવન સંન્યાસી જીવન છે. તેવું આદિ ગુરુ શંકરાચાર્ય દ્રઢ પણે માનતા હતા. આદિ ગુરુ શંકરાચાર્ય કર્મ અને ભક્તિને પણ ખૂબ પ્રાધાન્ય આપતા હતા તેઓ માનતા હતા કે, સાચું કર્મ અને ભક્તિથી ચિત્ત વૃત્તિ શુદ્ધ થાય છે અને બ્રહ્મતત્વની પ્રાપ્તિ સુધી જ્ઞાન જ દોરી જાય છે.