જૂનાગઢ જૂનાગઢના બીલખા નજીક આવેલા આનંદ આશ્રમમાં (Bilkha Anand Ashram) દક્ષિણા મૂર્તિ યાગ યજ્ઞનું (Dakshina Murti Yaag ) આયોજન કરાયું છે. આગામી પાંચ તારીખ અને સોમવાર સુધી આ યજ્ઞમાં પંડિતોની હાજરી અને મંત્રોચ્ચારની સાથે આહુતિઓ આપવામાં આવશે. કોરોના સંક્રમણની સંભવિત ચોથી લહેરના ડાકલા વાગી રહ્યા છે એવા સમયે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ કુંડમાંથી પ્રવાહીત થતી ઉર્જા આહુતિ અને હોમાત્મક સામગ્રીની અસર વાતાવરણમાંથી દુષ્ટ રાક્ષસી અને અનેક વાઇરસોને નાશ કરે તે માટે પણ આ દક્ષિણામૂર્તિ યાગ યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં ઋષિ કુમાર અને પંડિતો સતત પાંચ દિવસ સુધી આહુતિ આપશે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સંભવિત કોરના સંક્રમણની ચોથી લહેર ભારત વર્ષમાંથી ખાળી શકાય તે માટે આ યજ્ઞનું આયોજન થયું છે.
આ પણ વાંચો વિશ્વ શાંતિ માટે ભૂજમાં યોજાયેલા યજ્ઞમાં 1300 લોકોએ ઓનલાઈન આહુતિ આપી
1.25 કરોડ મંત્ર જાપનુ આયોજન આનંદ આશ્રમમાં (Bilkha Anand Ashram)પાંચ દિવસ સુધી એક કરોડ 25 લાખ મંત્ર જાપનું આયોજન કરાયું છે. સમગ્ર યજ્ઞને લઈને બાલમુકુંદ જોશી એ ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચ દિવસ દરમિયાન યજ્ઞમાં (Dakshina Murti Yaag ) આહુતિઓ આપવામાં આવશે જેના માટે નવ યજ્ઞ કુંડ તૈયાર કર્યા છે. જેમાં પ્રત્યેક યજ્ઞ કુંડમાં 1 કરોડ 18 લાખ યજ્ઞની આહુતિ આપવામાં આવશે. જેના માટે 1000 કિલો કરતાં પણ વધુ યજ્ઞ હોમાત્મક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આ યજ્ઞમાં 27 પ્રકારની ઔષધીઓને પણ હોમાત્મક રૂપે આહુતિ આપવામાં આવશે જેનાથી વાતાવરણની સુધી અને અનિષ્ટ તત્વોનો નાશ કરવામાં સહાય મળી શકે.
આ પણ વાંચો જૂનાગઢ મહાનગર પાલિકાને રોડ-રસ્તા, પાણી મુદ્દે નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું
સતત પાંચ દિવસ સુધી અપાશે આહુતિ આનંદ આશ્રમમાં (Bilkha Anand Ashram)યોજવામાં આવેલા દક્ષિણા મૂર્તિ યાગ (Dakshina Murti Yaag ) મહા યજ્ઞમાં સતત પાંચ દિવસ સુધી આહુતિઓ આપવામાં આવશે. ભગવાન દક્ષિણા મૂર્તિને શિવનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. જેને લઈને પણ આ યજ્ઞનો ખૂબ જ મહત્વ જવામાં આવે છે. નવ યજ્ઞ કુંડમાં 5,000 ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલા છાણાંની સાથે 300 કિલો કરતાં પણ વધુ શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને પાંચ દિવસ સુધી સતત યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે.