ETV Bharat / state

પ્લાસ્ટિકના કપની જગ્યાએ અપનાવી પ્રાચીન રીત...

સિંગલ-યુઝ પ્લાસ્ટિક, જેમ કે નામથી જ સ્પષ્ટ થાય છે કે, તે એક એવી પ્રોડક્ટ્ છે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. તેનો સરળતાથી નિકાલ થઈ શકતો નથી. તેમજ તેને રિસાયકલ કરી શકાતું નથી. આ જ કારણ છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રદૂષણ (single used plastic ban) વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દેશમાં પ્રદૂષણ ફેલાવવાનું સૌથી મોટું પરિબળ પ્લાસ્ટિકનો કચરો છે. ત્યારે, આ પરિબળને ઘ્યાનમાં લઈને ભવનાથના વેપારીઓએ નવી પહેલ શરુ કરી છે.

પ્લાસ્ટિકના કપની જગ્યાએ અપનાવી પ્રાચીન રીત...
પ્લાસ્ટિકના કપની જગ્યાએ અપનાવી પ્રાચીન રીત...
author img

By

Published : Jul 10, 2022, 4:15 PM IST

ન્યુઝ ડેસ્ક: 1 જુલાઈ થી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત (single used plastic ban) થયું છે, ત્યારે યાત્રાધામ ભવનાથ (Yatradham Bhavnath) ક્ષેત્રમાં ચાના વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની પ્યાલીને બંધ કરીને માટીના કુલ્લડ માં ચા (Tea in a clay pot) આપવાની વિશેષ વ્યવસ્થા શરૂ થઈ છે. જેને ભવનાથ આવતા પ્રવાસીઓ પણ આવકારી રહ્યા છે, માટીનું કુલ્લડ પ્રદૂષણ ઘટાડવાની સાથે આરોગ્ય માટે પણ ખૂબ સારું હોવાનું ચા ના રસીકો માની રહ્યા છે

આ પણ વાંચો: દેશભરમાં આજથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, આ વસ્તુઓ હવે નહીં મળે

પ્લાસ્ટિકના કપની જગ્યાએ અપનાવી પ્રાચીન રીત...

પ્લાસ્ટિકના કપની જગ્યા પર માટી નું કુલ્લડ : 1 જુલાઈ થી સમગ્ર રાષ્ટ્રમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત થયું છે, ત્યારે પર્યટન અને ધાર્મિક સ્થળ (Tourism and religious place) એવા ભવનાથ વિસ્તારમાં પણ પ્લાસ્ટિક પ્રતિબંધ થવાને કારણે પ્લાસ્ટિક ના ચાના કપ નું સ્થાન હવે ધીમે ધીમે માટીના કુલ્લડ લઈ રહ્યા છે. પ્લાસ્ટિકના કપ પ્રતિબંધિત થતા પ્લાસ્ટિકના પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો ને વેગ મળશે સાથે સાથે પ્લાસ્ટિકના કપથી જે પ્રદૂષણ થઈ રહ્યું છે, તેમાંથી મહામૂલી જમીનને પણ બચાવી શકાશે તો બીજી તરફ માટીના કુલ્લડ થી ચા પીવાને કારણે આરોગ્ય માટે પણ ખૂબ લાભપ્રદ મનાય છે અને સાથે સાથે માટીનું કુલ્લડ જમીનમાં તુરંત ભળી જતું હોવાને કારણે પણ તે જમીને ઉપયોગી બની રહેશે આવી પરિસ્થિતિમાં પ્લાસ્ટિકના કપ બંધ થવાથી જમીનમાં થતું પ્લાસ્ટિકનું પ્રદૂષણ (Plastic pollution) ઘટાડી શકવામાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો: Harmful Effects of Plastic on Health: પ્લાસ્ટિકમાં ફૂડ ગરમ કરવું-રાખવું હાનિકારક બની શકે છે

પ્લાસ્ટિક જમીનમાં ભળતા 400 વર્ષ જેટલો લાગે છે સમય: પ્લાસ્ટિકનો એક કપ જમીનમાં ભળતા તેને 400 વર્ષ જેટલો સમય લાગતો હોવાનુ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ જમીનની સાથે માનવ આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો કરી રહ્યું હતું ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત થતા માટીના કપમાં ચા પીવાથી આરોગ્ય માટે પણ લાભપ્રદ માનવામાં આવ્યું છે. તો સાથે સાથે માટીના કપ બનાવતા નાના ઉદ્યોગકારોને પણ પ્લાસ્ટિક બંધ થવાથી પ્રોત્સાહન મળશે પ્લાસ્ટિકના કપની જગ્યા પર માટીનું કુલર ચાના વેપારીઓને મોંઘું પડી રહ્યું છે, પરંતુ પ્લાસ્ટિકનો પ્રદૂષણ ઘટાડવા માટે ચાના વેપારી અને ચા ના રસિકો માટીના કુલ્લડ ને આવકારી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત (single used plastic ban) થતાં લોકો આરોગ્યપ્રદ અને શરીરને ફાયદાકારક માટી ના વાસણોનો ઉપયોગ કરતા થશે તો લાંબા ગાળે તેનો ફાયદો જોવા મળશે. લોકો આરોગ્યપ્રદ જીવન જીવતા જોવા મળશે જેની શરૂઆત 1 જુલાઈ 2022 ના રોજ શરૂ થઈ છે આ અભિયાનને આગળ ધપાવવાની ફરજ દેશના દરેક નાગરિકની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.