- આગામી દિવસોમાં મોટાભાગના પરિણામો વહેલી તકે જાહેર કરવાની કુલપતિની વિદ્યાર્થીઓને ખાતરી
- બીએસસી IT સેમેસ્ટર પાંચ નું 73.81 ટકા પરિણામ જાહેર કરાયું
- આગામી દિવસોમાં તમામ વિદ્યાશાખાઓના પરિણામ જાહેર કરવાની કુલપતિ ચેતન ત્રિવેદીની ખાતરી
- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પરીક્ષા પૂર્ણ થયાને છ દિવસમાં જાહેર કર્યું પરિણામ
જૂનાગઢઃ જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરીક્ષા બાદ પરિણામો આપવાને લઇને સમગ્ર રાજ્યમાં પ્રથમ જોવા મળે છે. છ દિવસ અગાઉ પૂર્ણ થયેલી બીએસસી it સેમેસ્ટર પાંચની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ 73.81 ટકા પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષા પૂર્ણ થયાંને આટલું ઝડપથી પરિણામ જાહેર કરતી યુનિવર્સિટીઓમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આજે પણ અવલ્લ જોવા મળે છે. પરિણામ વહેલા જાહેર થવાથી વિદ્યાર્થીઓની ચિંતામાં ઘટાડો થાય છે અને સાથે સાથે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિચારવાનો પૂરતો સમય મળી રહે છે.
- આગામી દિવસોમાં મોટાભાગની વિદ્યાશાખાનું પરિણામ જાહેર કરવાની કુલપતિની ધારણા
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આજે બીએસઈ આઈટીનું પરિણામ જાહેર કરાયું છે તેવી જ રીતે યુનિવર્સિટીની અન્ય વિદ્યાશાખાઓ જેવી કે બી.એ, બી.કોમ, બી.એસ.સી, બી.એડ્, એલએલબી, બી સી એ સહિતની તમામ પરીક્ષાઓના સેમેસ્ટર 5ના પરિણામો વહેલી તકે જાહેર કરી દેવામાં આવશે તેવી ખાતરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કુલપતિ ચેતન ત્રિવેદી દ્વારા આપવામાં આવી છે. વહેલા પરિણામ જાહેર કરવાને કારણે પરીક્ષાર્થીઓ પર માનસિક દબાણ ઘટતું જોવા મળે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો હોય તેવા વિદ્યાર્થીઓને વિચારવા માટેનો પૂરતો સમય મળી રહે છે. જેને ધ્યાને રાખીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના પરિણામો વહેલા જાહેર કરવાની પરંપરાની શરૂઆત કરવામાં આવી છે.
નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પરીક્ષા લીધાના માત્ર ૬ દિવસમાં બીએસસી IT સેમેસ્ટર પાંચનું પરિણામ કર્યું જાહેર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વધુ એક વર્ષે સતત વહેલું પરિણામ આપવાની પરંપરા જાળવી રાખી છે. છ દિવસ પહેલા પૂરી થયેલી બીએસસી it સેમેસ્ટર પાંચનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સતત પહેલા પરિણામ આપવા માટે સમગ્ર રાજ્યમાં આગળ જોવા મળે છે. તે આગામી દિવસોમાં પણ અન્ય વિદ્યાશાખાના પરિણામો વહેલી તકે જાહેર કરવાની વિદ્યાર્થીઓને કુલપતિ ચેતન ત્રિવેદીએ ખાતરી આપી છે.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પરીક્ષા લીધાના માત્ર ૬ દિવસમાં બીએસસી IT સેમેસ્ટર પાંચનું પરિણામ કર્યું જાહેર