ETV Bharat / state

જૂનાગઢના માળીયા હાટીના નજીકનો ભાખરવડ ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઓવરફ્લો - Bhakharwad

જિલ્લાના માળીયા નજીક બનાવવામાં આવેલો ભાખરવડ ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આજે શુક્રવારે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે મેઘલ નદીમાં પુર આવતા નદીના પટ વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે.

ભાખરવડ ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઓવરફ્લો

author img

By

Published : Jul 10, 2020, 7:33 PM IST

જૂનાગઢ : બે દિવસ બાદ જૂનાગઢ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે, ત્યારે જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં બનાવવામાં આવેલો ભાખરવડ ડેમ ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને કારણે આજે શુક્રવારે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. જેને કારણે મેઘલ નદીમાં પૂર આવવાની શક્યતા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ છે.

ભાખરવડ ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઓવરફ્લો
ડેમમાંથી પાણીનો પ્રવાહ મેઘલ નદી તરફ આવી રહ્યો છે. જેને કારણે નદીના પટ વિસ્તાર નજીક આવતા ગામ વડાળા, સમઢીયાળા, દુડકા, ભંડુરી અને ગળુ સહિત કેટલાંક ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ પૂરની કોઈ પણ પરિસ્થિતિમાં સાવચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.