ગઈકાલ રાત્રીના 12 કલાકે ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો શુભારંભ થયો છે.
આ પરિક્રમામાં સહભાગી બનવા માટે સમગ્ર રાજ્યને દેશમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડ્યા હતા કહેવાય છે કે આ ગિરનારની પ્રથમ પરિક્રમા ભગવાન કૃષ્ણ દ્વારા પ્રથમ વખત કરવામાં આવી હતી, ત્યારથી ગિરનારની લીલી પરિક્રમાનુ ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ગઈકાલ રાત્રિથી જ પદયાત્રીઓ જય ગિરનારીના નાદ સાથે ગિરનારની લીલી પરિક્રમાનો આરંભ કર્યો હતો. આ પરિક્રમામાં તમામ ઉમરના લોકો તેની આસ્થા સાથે જોડાઈને કપરી કહી શકાય. પરંતુ, ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વની પરિક્રમાને પૂર્ણ કરી ભવ ભવનુ ભાથું બાંધતા જોવા મળ્યા હતાં.