ETV Bharat / state

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન પુર્ણ, અંદાજીત 48 ટકા થયું મતદાન - gujarati news

જૂનાગઢઃ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે એટલે કે રવિવારના રોજ મતદાન શરૂ થઈ ગયું હતું. વહેલી સવારથી જ મતદારોએ મતદાન પ્રત્યે જાગૃતતા બતાવતા હોય તેમ સવારના આઠના ટકોરે મતદાન મથકમાં મતદારો જોવા મળ્યાં હતાં. આજે ભાજપ-કોંગ્રેસ અને પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણી લડી રહેલી એનસીપીના ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં સીલ થઈ ગયું છે. કુલ મતદાન અંદાજીત 48 ટકા થયું છે.

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે ખરાખરીનો જંગ, ત્રીશંકુ મુકાબલો
author img

By

Published : Jul 21, 2019, 7:47 AM IST

Updated : Jul 21, 2019, 6:04 PM IST

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે શાંતિપુર્વક મતદાન પુર્ણ થયું છે. અંદાજીત 48 ટકા મતદાન થયું છે. 4 વાગ્યા સુધીમાં 42 ટકા મતદાન થયું હતુ. જેનું પરિણામ 23 જુલાઈએ જાહેર થશે.

વોર્ડ નંબર 1 અને ૯માં સૌથી વધુ 12 ટકા મતદાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળ્યું 27 ટકા મતદાન

જિલ્લા પંચાયતની વડાલ તેમજ જૂનાગઢ અને વિસાવદર તાલુકા પંચાયતની સુખપુર અને મોણીયા બેઠક પર પણ પેટા ચૂંટણી

ભારે વરસાદને કારણે મતદાન મથકો પર લોકોની પાંખી સંખ્યા જોવા મળી

મતદાનમાં વરસાદ વિઘ્ન બની રહેતા ઓછું મતદાન થાય તેવી શક્યતા

12 વાગ્યા સુધીમાં 20 ટકાથી વધુ મતદાન

એનસીપી નેતા રેશ્મા પટેલનો લોકો દ્વારા વિરોધ

લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી

જૂનાગઢ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પરિવાર સાથે કર્યું મતદાન

જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 27 ટકા મતદાન

જૂનાગઢ મનપા માટે બપોરના 12 કલાક સુધી અંદાજિત 26 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 1 અને ૯માં સૌથી વધુ 12 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 27 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ તેમજ જૂનાગઢ અને વિસાવદર તાલુકા પંચાયતની સુખપુર અને મોણીયા બેઠક પર પણ પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે.

મહેસાણા તાલુકા પંચાયતની ખાલી પડેલી બે બેઠકો મતદાન ચાલુ છે.

મહેસાણા તાલુકા પંચાયતમાં હાલમાં કોંગ્રેસ શાસન સત્તા પર છે, ત્યારે કોંગ્રેસના શાસનમાં આ તાલુકા પંચાયતની કમિટી પર અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા છે. આજે આ તાલુકા પંચાયતની બે ખાલી પડેલી આંબલીયાસણ અને મૂલસણ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. જેમાં આંબલીયાસણ બેઠક પર ભાજપના ભરત કાંતિ ઠાકોર અને કોંગ્રેસના જીતેન્દ્ર ગોવિંદ ઠાકોર તો મુલસણથી ભાજપના વનરાજ પીથું ચાવડા અને કોંગ્રેસમાંથી કશ્યા નથુ ચાવડા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. આ બંને બેઠક પર સ્ત્રીઓ અને પુરૂષો મળી 14112 મતદારોને મતાધિકાર છે. જે આધારે આજે મતદારોએ મતદાન પ્રક્રિયામાં જોડાઈ મતદાન કર્યું છે. 23 જુલાઈના રોજ મતગણત્રી કરી વિજેતા ઉમેદવાર જાહેર કરાશે.

નવસારી જિલ્લા પંચયાતની ખાલી પડેલી ખેરગામ બેઠક મતદાન યોજાઈ રહ્યું છે.

નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ બેઠક ઉપરથી ચૂંટાયેલા સભ્ય વિદેશ જતા રહેતા બેઠક ખાલી પડી હતી. જેને લઈ રાજ્યભરમાં આયોજિત પેટા ચૂંટણીમાં ખેરગામ બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. વર્ષોથી કોંગ્રેસના પ્રભુત્વ હેઠળ રહેલી ખેરગામ બેઠક ઉપર આ વખતે કાંટાની ટક્કર જામી છે. કોંગ્રેસે ઈશ્વર પટેલ તો સામે ભાજપે પ્રશાંત પટેલને મેદાનમાં ઉતર્યા છે. હાલ ચાલી રહેલા મતદાન વચ્ચે બંને પક્ષેના ઉમેદવારો તેમની જીતનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે તંત્ર સાબદુ બન્યું છે.

ગાંધીનગર મહાપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું છે.

ગાંધીનગર મહાપાલિકામાં મેયર પ્રવિણ પટેલે આપેલા રાજીનામા બાદ વોર્ડ નંબર-3માં પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ભાજપ અને કોંગ્રેસ યુવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આજે રવિવારે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ થઈ ગયો છે, જો કોંગ્રેસ આ બેઠક મેળવે છે તો મહાનગરપાલિકામાં 16-16 બેઠક થઇ શકે છે. આ મતદાનની શરૂઆતમાં બન્ને ઉમેદવારો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપ, કોંગ્રેસ એનસીપી અને એક અપક્ષ સહિત ચાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સીધી રીતે ચૂંટણીમાં ભાજપના પ્રણવ પટેલ અને કોંગ્રેસના મિતુલ જોશી વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. 18400 મતદારો ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો કરશે. બેઠક પૂર્વ મેયર પ્રવીણ પટેલના રાજીનામાના કારણે ખાલી પડી છે. આ બેઠક સવારના 8થી 5 મતદાન ચાલુ થઈ ગયું છે. જેની 23 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરાશે.

આ મતદાન માટે EVM મશીન અને અન્ય સાધનોને મતદાન મથક સુધી પહોંચી ગયાં છે. જૂનાગઢ મનપાના 14 વોર્ડને ચાર ભાગમાં વિભાજીત કરીને મતદાનની સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડાઈ છે. જૂનાગઢવાસીઓ આજે એક દિન કા રાજા બનશે. લોકશાહીનાં પવિત્ર પર્વમાં જૂનાગઢ મનપાના જુદા-જુદા 14 વોર્ડમાં વસતા 2,22,429 જૂનાગઢવાસીઓ 277 મતદાન મથકો પર જઇ પોતાનો સેવક ચૂંટશે. જોકે, આજે 15,595 મતદારો મત આપવા નહીં જાય. વોર્ડ નં-3નાં આ મતદારો હવે પછી આવનાર અહીંની 1 બેઠક માટેની પેટા ચૂંટણીમાં મતદાન કરશે. કારણકે, અહીં 3 બેઠકો બિન હરીફ થયા છે. જ્યારે 1 બેઠક માટેના એકમાત્ર ઉમેદવારનું ફોર્મ રદ થયું હોવાથી તેની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં. 11માં 20,215 અને સૌથી વધુ 25 બુથ છે. જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નં. 12 માં 12,283 અને સ્વાભાવિકપણે જ સૌથી ઓછા 15 બુથ આવેલા છે.

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન શરૂ

આખા જૂનાગઢમાં 92 સેવા મતદારો છે. જે પૈકી સૌથી વધુ વોર્ડ નં. 13 માં 15 આ પ્રકારનાં મતદારો છે. જૂનાગઢ શહેરમાં 92 પૈકી 2 મહિલા સેવા મતદારો પણ છે. જે વોર્ડ નં. 6 માં નોંધાયેલા છે. લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા આ લોકોનું મતદાન થઇ ચૂક્યું છે.

પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીએ પોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું હતું. કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પક્ષના પ્રભારીઓ મેદાનમાં આવ્યા છે. ભાજપની રણનીતિ મુજબ 15 વોર્ડના તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરીને ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એનસીપી દ્વારા જે વિસ્તારમાં ઉમેદવારોની જીત વધુ મજબૂત લાગી રહી છે અથવા તો જે વિસ્તારમાં તેમના ઉમેદવારો ખૂબ સારી ટક્કર આપી રહ્યાં છે ત્યાં તાકાતથી મહેનત કરી છે.

બીજી તરફ કોંગ્રેસ પણ તેની શાખ બચાવવા માટે ચૂંટણી જંગમાં પ્રચારને મજબૂત બનાવી રહી છે. ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસથી કોંગ્રેસ ભારે અસંતોષનો હતો. જેને પરિણામે કોંગ્રેસને ચૂંટણી પરિણામમાં નુકસાન જાય તેમ જણાઈ રહ્યું છે. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં એક વોર્ડ બિનહરીફ થયો છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના ત્રણેય ઉમેદવારો મતદાન પહેલા જ વિજેતા જાહેર થયા છે. જેમાં અબ્બાસ કુરેશી, નિશાબેન કારિયા અને શરીફાબેન કુરેશી બિનહરીફ વિજેતા જાહેર છે.

મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યમાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. 9 ડીવાયએસપી, 18 PI, 105 PSI, 1300 પોલીસ જવાન અને 5 SRPની ટુકડી તૈનાત કરી દેવાયા છે. મતદાન પૂર્ણ થયા બાદ 23 જુલાઇના રોજ કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. શહેરના 40 સંવેદનશીલ વિસ્તરોમાં ખાસ સુરક્ષા કરાશે વાયરલેસ સિસ્ટમ, વીડિયોગ્રાફી તથા વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં આવતા પ્રવેશ માર્ગો પર ચેક પોસ્ટ બનાવી છે, જ્યાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Intro:Body:

આજે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન, જામ્યો ત્રિપાખીયો જંગ

જૂનાગઢઃ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે એટલે કે રવિવારના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેને લઈને EVM અને અન્ય સાધનોને મતદાન મથક સુધી પહોંચી ગયાં છે. જૂનાગઢ મનપાના 15 વોર્ડને ચાર ભાગમાં વિભાજીત કરીને મતદાનની સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડાઈ છે. આજે ભાજપ-કોંગ્રેસ અને પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણી લડી રહેલી એનસીપીના ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં સીલ થઈ જશે. 

જૂનાગઢવાસીઓ આજે એક દિન કા રાજા બનશે. લોકશાહીનાં પવિત્ર પર્વમાં જૂનાગઢ મનપાના જુદા-જુદા 14 વોર્ડોમાં વસતા 2,22,429 જૂનાગઢવાસીઓ 277 મતદાન મથકો પર જઇ મતદારો પોતપોતાનો સેવક ચૂંટી કાઢશે. જોકે, આજે 15,595 મતદારો મત આપવા નહીં જાય. વોર્ડ નં. 3નાં આ મતદારો હવે પછી આવનાર અહીંની 1 બેઠક માટેની પેટા ચૂંટણીમાં મતદાન કરશે. કારણકે, અહીં 3 બેઠકો બિન હરીફ થઇ ગઇ છે. જ્યારે 1 બેઠક માટેના એકમાત્ર ઉમેદવારનું ફોર્મ રદ થયું હોવાથી તેની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં. 11માં 20,215 છે. આ વોર્ડમાં સૌથી વધુ 25 બુથ છે. જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નં. 12 માં 12,283 છે. અહીં એટલે કે વોર્ડ 12માં સ્વાભાવિકપણે જ સૌથી ઓછા 15 બુથ આવેલા છે. 

આખા જૂનાગઢમાં 92 સેવા મતદારો છે. જે પૈકી સૌથી વધુ વોર્ડ નં. 13 માં 15 આ પ્રકારનાં મતદારો છે. જૂનાગઢ શહેરમાં આ 92 પૈકી 2 મહિલા સેવા મતદારો પણ છે. જે વોર્ડ નં. 6 માં નોંધાયેલા છે. લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા આ લોકોનું મતદાન જોકે, થઇ ચૂક્યું છે. 

પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીએ પોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પક્ષના પ્રભારીઓ મેદાનમાં આવ્યા છે. ભાજપની રણનીતિ મુજબ 15 વોર્ડના તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરીને ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એનસીપી દ્વારા જે વિસ્તારમાં ઉમેદવારોની જીત વધુ મજબૂત લાગી રહી છે અથવા તો જે વિસ્તારમાં તેમના ઉમેદવારો ખૂબ સારી ટક્કર આપી રહ્યાં છે, ત્યાં પક્ષે સંપૂર્ણ તાકાતથી મહેનત કરી છે. 

બીજી તરફ કોંગ્રેસ પણ તેની શાખ બચાવવા માટે ચૂંટણી જંગમાં પ્રચારને મજબૂત બનાવી રહી છે. ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસથી કોંગ્રેસ ભારે અસંતોષનો હતો. જેને પરિણામે કોંગ્રેસને ચૂંટણી પરિણામમાં નુકસાન જાય તેમ જણાઈ રહ્યું છે. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં એક વોર્ડ બિનહરીફ થયો છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના ત્રણેય ઉમેદવારો મતદાન પહેલા જ વિજેતા જાહેર થયા છે. જેમાં અબ્બાસ કુરેશી, નિશાબેન કારિયા અને શરીફાબેન કુરેશી બિનહરીફ વિજેતા જાહેર છે.

Conclusion:
Last Updated : Jul 21, 2019, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.