માણાવદર બેઠકના NCP ઉમેદવાર રેશમા પટેલ આજે પ્રચાર માટે વંથલી ગામમાં પહોંચ્યા હતા. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. રેશ્મા પેટલને સારવાર માટે વંથલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો ભાજપના કાર્યકર્તાઓ કર્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જેથી પેટાચૂંટણી યોજાઈ રહી છે. રેશ્મા પટેલ પાટીદાર અનામત આંદોલનમાંથી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. હમણાં જ ભાજપમાં રાજીનામું આપી રેશમા પટેલ NCPમાં જોડાયા છે અને માણાવદરની પેટાચૂંટણી લડી રહ્યા છે.