ETV Bharat / state

ત્રણ રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીતને જૂનાગઢ ભાજપે ઉજવણી કરીને આવકારી - જૂનાગઢ શહેર ભાજપ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલો પ્રચંડ જનાદેશ જૂનાગઢ ભાજપ માટે ઉજવણીનું કારણ બન્યો છે.ત્યારે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા આંબેડકર ચોકમાં ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે.

ત્રણ રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીતને જૂનાગઢ ભાજપે ઉજવણી કરીને આવકારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 9:17 PM IST

ભાજપ માટે ઉજવણીનું કારણ

જૂનાગઢ : છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને મળેલા પ્રચંડ જનાદેશની ઉજવણી આજે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આંબેડકર ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતને ભાજપના કાર્યકર્તાઓએ વિજય ઉત્સવના રૂપમાં બનાવી હતી. જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને મેયર ડેપ્યુટી મેયર સહિત તમામ પદાધિકારી અને કાર્યકરો જોડાયા હતાં.

ત્રણ રાજ્યોની જીતનો જૂનાગઢમાં ઉત્સાહ : આજે ચાર રાજ્યોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની પ્રચંડ જીત થતા સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો ઉત્સાહ અને ઉજવણીના માહોલમાં જોવા મળતા હતા. ત્યારે જૂનાગઢ ભાજપે પણ ત્રણ રાજ્યોમાં થયેલી ભાજપની પ્રચંડી જીતને આવકારી અને ઉજવણી કરી હતી. જૂનાગઢ શહેરના આંબેડકર ચોકમાં જૂનાગઢના ધારાસભ્ય મેયર ડેપ્યુટી મેયર સહિત મહિલા પાંખ અને કાર્યકરોએ આજે મળેલી ભાજપની પ્રચંડ જીતને ઉત્સવના રૂપમાં મનાવી હતૂ. આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યો છે તેવા દાવા સાથે કાર્યકરો ખૂબ જ ઉત્સાહમાં ત્રણ રાજ્યોમાં મળેલી તેની ઉજવણી કરતા જોવા મળ્યાં હતાં.

નરેન્દ્ર મોદીને સિંહ અને ઋષિ સાથે સરખાવ્યાં : ભાજપના કાર્યકરો દ્વારા આજે ત્રણ રાજ્યોમાં મળેલી જીતને ઉત્સવના રૂપમાં મનાવવામાં આવી હતી જેમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચ એ જીતનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.સાથે તેમની સરખામણી સિંહની સાથે ઋષિમુની તરીકે પણ કરી હતી. વધુમાં ગિરીશ કોટેચા જણાવે છે કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ 400 કરતાં વધુ લોકસભાની બેઠક જીતીને પ્રચંડ બહુમતી સાથે ત્રીજી વખત કેન્દ્રમાં સત્તાસ્થાને આરુઢ થવા જઈ રહી છે જેની શરૂઆત ત્રણ રાજ્યોમાં મળેલા પ્રચંડ વિજયને તેઓ ગણાવી રહ્યા છે.

વિજય મળવાથી જવાબદારીઓ વધશે : જે રીતે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળી છે, તેને કારણે ભાજપની આ ત્રણેય રાજ્યોમાં બનનારી ભાજપની સરકારની જવાબદારીઓ પણ ખૂબ વધશે, અત્યાર સુધી જે રીતે વિપક્ષમાં રહીને ભાજપ કામ કરતું હતું તેમાં હવે ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલા વચન અને વાયદાઓ પૂરા કરવા માટે ખૂબ જવાબદારી સાથે નવી ચૂંટાયેલી ભાજપની સરકાર કામ કરતી જોવા મળશે. વિજય મળતા જવાબદારીઓમાં ચોક્કસપણે વધારો થતો હોય છે, પરંતુ ભાજપનો કાર્યકર વિજય બાદ જવાબદારીઓને ખભે ઉઠાવીને ચાલનારો છે. જેથી આવનારી નવી સરકારો લોકોના જનમતને લોક કલ્યાણકારી યોજનામાં પરિવર્તિત કરીને જવાબદારી સાથે આ ત્રણેય રાજ્યમાં સારી શ્રેષ્ઠ અને ભ્રષ્ટાચારમુક્ત સરકાર આપશે.

  1. પોરબંદર ભાજપમાં વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોમાં જીતનો માહોલ છવાયો, ફટાકડા ફોડી વિજ્યોત્સવ ઊજવ્યો
  2. વિકાસની રાજનીતિનો વિજય; તમામ રાજ્યમાં ડબલ એન્જિન સરકારથી દેશનો ગ્રોથ વધશે : ભૂપેન્દ્ર પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.