ETV Bharat / state

લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું - રાષ્ટ્રવ્યાપી આવેદનપત્ર

લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કામદારોને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉદાસીન વલણ દાખવી રહી છે. તેના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

Junagadh
Junagadh
author img

By

Published : Nov 26, 2020, 11:00 PM IST

  • કામદારોની પડતર માગણીઓનો નિરાકરણ નહીં આવતાં આજે રાષ્ટ્રવ્યાપી આવેદનપત્રનો કાર્યક્રમ
  • લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા આજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
  • કેન્દ્ર સરકાર કામદારોને લઈને ઉદાસીન વલણ દાખવી રહી છે જેના વિરોધમાં આજે આવેદનપત્ર અપાયું

લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા આજે ગુરૂવારના રોજ રાષ્ટ્રવ્યાપી આવેદનપત્રનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ ખાતે લાલ વાવટા કામદાર યુનિયનના નેતાઓ અને કામદારોએ પ્રતિકાત્મક વિરોધ રેલી સાથે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજના દિવસે સમગ્ર દેશમાં 16 કરોડ કરતાં પણ વધુ કામદારોએ પોતાની માગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જૂનાગઢના કામદારો અને યુનિયનના નેતાઓ પણ જોડાયા હતા.

લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
શું છે લાલ વાવટા કામદાર યુનિયનની માગો? લાલ વાવટા કામદાર યુનિયન વર્ષોથી ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે આગળ પડતો ભાગ ભજવે છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો જોડાયેલા જોવા મળે છે ત્યારે કામદારોનું શોષણ પગારને લઈને આજદિન સુધી થતું આવ્યું છે. જેમાં હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. ઊલટાનો કામદારોનો પગારને લઈને શોષણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કામદારોનો રોજ ગારી મેળવવાનો મૂળભૂત અધિકાર છિનવાઈ રહ્યો છે. વધુમાં કેન્દ્ર સરકાર જે સરકારી કંપનીઓને વેચી રહી છે તેનો પણ લાલ વાવતા કામદાર યુનિયન અને આજના દિવસે વિરોધ કર્યો છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં કામદારોને લઈને જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તેનો પણ કામદાર યુનિયન વિરોધ કરી રહ્યા છે અને તેને રદ કરવાની માગ સાથે આજે આવેદનપત્ર આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.