ETV Bharat / state

અપીલિંગ બેબી ડાન્સઃ જૂનાગઢના બાળકોએ કોરોનાના ચેપથી બચવા કરી અપીલ - જૂનાગઢ

જૂનાગઢના બાળ કલાકારોએ તેમની કલાના માધ્યમથી લોકોને કોરોના સંક્રમણથી બચવા અપીલ કરી હતી. જૂનાગઢમાં પણ કોરોના સંક્રમિત કેસની સંખ્યા જોવા મળતા બાળ કલાકારોએ મોટેરાંઓને સંક્રમણથી બચવા કલાના માધ્યમથી અપીલ કરી હતી.

અપીલિંગ બેબી ડાન્સઃ  જૂનાગઢના બાળકોએ કોરોનાના ચેપથી બચવા કરી અપીલ

author img

By

Published : May 13, 2020, 2:52 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસ સામેની લડાઇમાં નાના બાળકો પણ આગવી ઢબે વોરિયર્સ બની રહ્યાં છે. જે પ્રકારે જૂનાગઢ શહેર અને જિલ્લો છેલ્લા ૪૫ દિવસ સુધી વાઈરસના ચેપથી બચીને રહ્યા હતા. તે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના ચેપના ત્રણ કેસ મળી આવ્યાં છે. કોરોનાના પગપેસારાને લઇને જૂનાગઢના બાળ કલાકારો ચિંતીત બન્યાં છે અને પોતાની કલાના માધ્યમથી મોટેરાંઓને કોરોનાના ચેપથી કઇ રીતે બચી શકે તેની સમજ આપતા ડાન્સ સાથે ભાવુક અપીલ કરી હતી.

અપીલિંગ બેબી ડાન્સઃ જૂનાગઢના બાળકોએ કોરોનાના ચેપથી બચવા કરી અપીલ
જૂનાગઢમાં ડાન્સની તાલીમ લઇ રહેલા બાળ કલાકારોએ કોરોના સંક્રમણથી બચવા માટે મોં પર માસ્ક, હાથ પર મોજાં અને દો ગજ દૂરી જેવા સંદેશ સાથે ડાન્સ કર્યો હતો. હવે જ્યારે લોકાડાઉન 3.0 પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ચોથું લોકડાઉન પણ કેટલીક છૂટછાટો સાથે શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે દરેક લોકો પોતાની વ્યક્તિગત અને સામાજિક જવાબદારી સમજીને સાવચેતીના પગલાંરૂપે કોરોના સંક્રમણથી બચી શકે તેવો એકમાત્ર વિકલ્પ હવે આપણી પાસે છે. આ સાવચેતીને અપનાવવા માટે સૌ સહકાર આપે તેવા આશયથી જૂનાગઢના બાળ કલાકારોએ ડાન્સ જેવી કલાના માધ્યમથી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.