ETV Bharat / state

આખરે દીવને મળી દીપડાની દહેશતમાંથી મુક્તિ, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ - leopard

જુનાગઢ: છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી રંજાડી રહેલા દીપડાને અમરેલી વન વિભાગ દ્વારા દીવના કેવડી ગામમાંથી પકડી પાડવામાં સફળતા મળી હતી. પક્ડાયેલા દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટરમાં તબીબી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યા તેની તબીબો દ્વારા તપાસ કરીને તેને યોગ્ય જગ્યાએ છોડી મુકવાનો નિર્ણય કરવામાં આવશે

જુનાગઢ
author img

By

Published : May 20, 2019, 3:22 AM IST

સંઘ પ્રદેશ દીવને છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી દહેશતમાં રાખનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી દીવમાં ધામા નાખેલા દીપડાના સગડ અને તેની હાજરીના પુરાવાઓ રૂપે તેના પંજાના નિશાન મળી આવ્યા હતા.

આખરે દીવને મળી દીપડાની દહેશતમાંથી મુક્તિ, દીપડો પુરાયો પાંજરે

ત્યારે બે દિવસ પહેલા દીપડા દ્વારા એક વાછરડાના શિકાર કર્યા બાદ લોકોમાં ડર વ્યાપી ગયો હતો. ત્યારે દીપડાને પાંજરે પુરવા માટે ગીર વન વિભાગની મદદ મેળવવા માટે દીવ પ્રશાશને સંપર્ક સાધ્યો હતો. ગીરની રેસ્ક્યુ ટીમ દ્વારા દીવના કેવડી ગામમાંથી દીપડાને પકડી પાડવામાં સફળતા મળી હતી. પાંજરે પરાયેલો દીપડો નર છે તેની ઉંમર આશરે ૮ થી ૯ વર્ષ ની છે. દીપડો પકડાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.